________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે સમજવાની ભૂમિકા ન હોય તો આપણે સમતામાં રહેવું. વિષમ થવું નહિ, તે કર્તવ્ય છે.
જે કાર્યને ઇચ્છે તે કારણને ઇચ્છે તેને શુભમતિ કહેલ છે. કારણ વિના કાર્યની સાધના થાય નહિ. સાધન વિના, સાધના વિના, સાધક બન્યા વિના સાધુત્વ પ્રાપ્ત થાય નહિ.
કેવળ તન અને મનની ચિંતા કરવાથી આત્મચિંતા થતી નથી. ભવનિર્વેદતા આવતી નથી. ભવાંતની ચિંતા ઉદ્દભવતી નથી. આસ્તિક એને કહેવાય જે આત્મહિતની ચિંતા કરે. તે સાચો ત્યાગી વૈરાગી બને. આત્મચિંતા કે ભવસ્વરૂપ ચિંતા કરનારને તન અને મનની ચિંતા ગૌણ થાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિની અસર ન થાય.
સ્વપ્નાવસ્થાનું દુઃખ જાગ્રતાવસ્થામાં ચાલ્યું જાય છે. તેમ બ્રહ્મદશામાં અજ્ઞાન, મોહ, માયાનું દુઃખ નાશ પામે છે. આપણા ઉપયોગ વડે આપણે આપણા મનને જોતા જઈશું તો ઇન્દ્રિયના આનંદને બદલે અતિન્દ્રિય આનંદ અનુભવાશે. પરપદાર્થોના વિચારો આત્માના આનંદને આવરે છે.
દયા, દાન, ક્ષમા આદિ ગુણોના ક્ષયોપશમ ભાવ દોષોને ટાળવા , માટે કરવાના છે; તે ગુણોના ભોક્તા ન થવું નિરપેક્ષ ભાવે કાર્ય કરીને મુક્ત થવું. કર્તવ્યતા, કર્યા અને સ્વપ્રતિ દ્રષ્ટા બનવું. ભોક્તા બનવાથી ગુણો ચાલ્યા જશે. કંઈ કરવાપણું છે ત્યાં કતભાવ છે. દ્રષ્ટાભાવમાં નિષ્કામભાવ છે. ભોક્તાભાવમાં સકામભાવ છે. અહંમ કર્તાભાવ આપે છે. સકામભાવ આવે કત મટી ભોક્તા થવાય છે, તેથી દોષો સેવાય છે, માટે સાધકે ક્ષયોપશમ ભાવમાં લેશમાત્ર પ્રમાદ ન કરવો. ગુણોના શુભભાવના ભોક્તા ન બનતા ક્ષાવિકભાવને પ્રાપ્ત કરવાનો છે. સમ્યક્ત્વ મોહનીય પરિહરવાનું છે તેવી ભાવના દઢ કરવી.
ગુણ પ્રાપ્ત કરવા પુણ્યના ઉદયમાં જાગ્રત રહેવું. ઉપયોગ દ્વારા આવતા શુભાશુભ સંસ્કારો આત્માના પ્રદેશોમાં જમા થાય છે, અને પાછા ઉપયોગ દ્વારા નીકળે છે.
સાધનામાં આત્માને માત્ર જ્ઞાનસ્વરૂપ જ ન માનતા આનંદસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org