________________
૮૨
સ્વરૂપસાધનાનાં સોપાન ૦ કર્મનો બંધ અધર્મરૂપ છે, સંસાર છે. ૦ કર્મનો અબંધ - ધર્મરૂપ છે, તે મોક્ષ છે.
અન્ય જીવો પ્રત્યે અનંતાનુબંધી કષાયનો રસ ઓછો થાય ત્યારે રાગાદિ, ક્રોધાદિની તીવ્રતા ઓછી થાય. ત્યારે પછી ધર્મની પાત્રતા થાય પર પદાર્થોના કર્તાભોક્તા ભાવથી જીવ હજૂરિયો – ગુલામ છે. જ્ઞાતા દ્રષ્ટાભાવથી જીવ જગતનો સ્વામી છે. ભેદજ્ઞાન હશે તો જીવને પુદ્ગલ પદાર્થોનો ભોગ છૂટી જશે.
૦ પુણ્ય અને ગુણને ગોપવવાથી તે વધ. ૦ પાપથી મુક્ત થવા પ્રાયશ્ચિત લેવું ઘટે.
પરમાત્મા એ ગુણોના ભંડારનું અસ્તિત્વ છે. તે આપણા માટે આદર્શરૂપ છે. પરંતુ આપણે આજુબાજુ રહેલા, મધ્યે રહેલા, વળી પાસે રહેલા ભોગ્ય પદાર્થો વચ્ચે રહીને આત્માના ગુણોને ઉપજાવવાના છે. માટે આપણા કષાય રસ જેટલા સુકાય, તેટલા ગુણો વિકસે – ધર્મયુક્ત જીવનવડે જીવે પૂર્વે કરેલા દુર્ભાવો અને દુર્ગુણને દૂર કરવાના છે. તે કેવળ બાહ્ય ક્રિયાથી નથી જતા પરંતુ દુર્ગુણોને લક્ષ્યપૂર્વક કાઢવા પ્રયત્ન કરવો પડે છે.
ભગવાનનું ભાવસ્વરૂપ અમૂર્ત છે. આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં વિકલ્પમાં રહીએ તો તે ભાવ કેવી રીતે પકડી શકીએ ? માટે ભગવાનના સ્વરૂપ પ્રત્યે અખંડ ભાવના રાખીએ તો ભગવાન થવાય. જીવનું સર્વસ્વ જ્ઞાન-દર્શન ઉપયોગ છે. તેનો ભોગ-ઉપભોગ વેદન તે ચારિત્ર તપ ઈત્યાદિ છે.
‘સ્વરૂપની વિશેષતાથી વિચારણા કરવાથી સ્વરૂપના ભાવો દઢ થાય છે; તે સ્વરૂપના અધ્યવસાયો છે. જે ક્ષયોપશમરૂપ છે. તેને વારંવાર ઘૂંટવાથી ક્ષાયિકભાવ પ્રગટે છે તે સાધના છે. સિદ્ધ સ્વરૂપને સાંભળે પણ તદ્રુપ પરિણમન ન કરે તો તે વ્યર્થ છે. સિદ્ધસ્વરૂપને વિચારતા તેવું જ જીવન બને તો તે યથાર્થ છે. તેની ગતિ અમરત્વ છે.
૦ મરણનું મરણ તે અમરત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org