________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૮૧
સુખરૂપ છે. અજ્ઞાનીને જગત અજ્ઞાનરૂપ હોવાથી સુખાભાસ કે દુઃખરૂપ છે. સંસારીને આદિથી અંત સુધી જેમ ધનની જરૂર છે, તેમ જીવને ધર્મની આદિથી અંત સુધી જરૂર લાગવી જોઈએ. તત્ત્વ-જિજ્ઞાસા-દષ્ટિ સાથે શ્રદ્ધા-ભાવના હોય તો સાધક સાધનાને પાત્ર રહે છે. સાધુ દ્રવ્યાનુયોગના જાણનાર હોય અથવા દ્રવ્યાનુયોગના જ્ઞાની ગુરુજનોની નિશ્રામાં હોય તો તેમનું સાધુપણું વિકાસ પામે. તત્ત્વજિજ્ઞાસા અભ્યાસથી વધુ દઢ બને છે.
ગ્રહણ કરેલું ત્યાગવું તેના કરતાં આવી પડેલું ઇષ્ટ-ઉચિત ન હોય તો ગ્રહણ જ ન કરવું તે આત્મબળપ્રેરક છે. જડ પદાર્થોના ગુણો કેળવવાના નથી. તેનાથી અલિપ્ત થવાનું છે. આત્માના ગુણો કેળવવા પ્રયાસ કરવો જોઈએ. ધર્મસાધનામાં આપણે ગુણપ્રાપ્તિ કેટલી કરી અને સ્વરૂપવેદન કેટલું કર્યું તે જોવાનું છે. સાત્ત્વિકતા જળહળતી રહે તો જીવન સુંદર છે. હૃદયમાં પ્રેમ, વાત્સલ્ય, દયા આદિ વસેલાં જોઈએ. જો તેમ નથી તો હૃદય એ મોહનીયની ગુફા છે. બુદ્ધિ એ જ્ઞાનાવરણીયનું ક્ષેત્ર છે. મોહનીયને હણ્યા વગર કેવળજ્ઞાન થાય નહિ. બુદ્ધિમાં સત્ય અને શ્રદ્ધાને સ્થાન આપો. જ્ઞાનવરણીયનો ક્ષયોપશમ થશે. નિત્ય તત્ત્વ પર બુદ્ધિને લગાવશું તો નિત્યપણાનું ભાન ટકશે. આપણે બુદ્ધિને ઇન્દ્રિયસુખ પાછળ લગાવી છે. ઇન્દ્રિયોના વિષયોથી દુઃખી થવા છતાં તેમાં જ સુખ શોધીએ છીએ અને દુઃખી થઈએ છીએ.
શરીર અને ઇન્દ્રિયોથી આત્મા પર છે. તેવો વિવેક કરી જે સાધન છે તેને મોક્ષના ભાવ સાથે જોડો તો મોક્ષ થાય. મોહ ઉપર જીત-(જુલમ) કરવી, શરીરે અશાતાને સહવી (દમન) તો મોક્ષમાર્ગ મળે.
સાધના કાળમાં ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ હોવો જોઈએ. પરંતુ છા દશામાં પૂર્ણતા જોઈ દૃષ્ટિરાગ કરવો યોગ્ય નથી. તેમ અન્ય ઉચ્ચ ક્ષયોપશમવાળા છદ્મસ્થ હોય તોપણ અવગણના ના કરવી.
૦ પર દ્રવ્ય જેવું હોય તેવું જોવું તે સમતોલ. ૦ પર દ્રવ્ય જેવા બનવું નહિ તે સાધના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org