________________
૭૯
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે જોવા જવું તે અજ્ઞાન છે.
ધર્મ પામવા માટે અધર્મને દૂર કરવાનો છે. તેમાં ધર્મક્રિયા એ સાધન છે. ધર્મ કરીએ છીએ તે ઉપચાર છે. તેને બદલે અધર્મ દૂર કરવો તે વધુ યોગ્ય છે. અધર્મ તે અહિંસાદિ વિભાવ ભાવો છે. નિર્વિકલ્પ ધર્મ સાધના એ શ્રેષ્ઠ સાધના છે.
અન્ય સંબંધોમાં રાગાદિ વડે જીવવું અને ધર્મક્રિયા કરતાં રહેવું તે ધર્મ નથી. અનંતાનુબંધી આપણા કષાયો અન્યને નિમિત્ત ન બને અને અન્યના અનંતાનુબંધી કષાયો આપણને નિમિત્ત ન બને તે ધર્મની શરૂઆત છે. નિષ્કષાયી બનવું તે ધર્મની પૂર્ણતા છે. કર્તાપણાનું અભિમાન નહિ અને કર્મના ફળની ઈચ્છા નહિ તે નિષ્કામ ભાવ છે. ક્રિયાનું ફળ ક્રિયાની પરંપરા નથી, પણ સાધ્યની સિદ્ધિ છે. સાધનસેવનનું ફળ સાધનની પરાધીનતા નથી પણ પ્રસન્નતા છે, તે સાધના છે.
દેહ અને ઇન્દ્રિયોમાં સુખબુદ્ધિ સખી તે સાધનોમાં ભોગ પ્રવૃત્તિ કરવી તે રાગભાવ છે. અને તેનો ત્યાગ તે વૈરાગ્યભાવ છે. તમારે જો પરમાર્થ કાર્ય સિદ્ધ કરવું છે તો તેનાથી વિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવો. પરમાર્થથી લક્ષ્યાંતર ન થવું.
સચિત કે અચિત પદાર્થોનો બાહ્ય ત્યાગ કરો છો તેમ તે ત્યાગક્રિયામાં અન્ય જીવોને દુઃખ ન પડે તેમ જીવન જીવવું. મારા તપ
ત્યાગ કરવામાં અન્ય જીવને ત્રાસ થાય ત્યાં રાગરહિતપણે ત્યાગ કરવો. - સ્વાધીનતાથી ત્યાગ કરવો.
શાસ્ત્રો શબ્દ – અર્થનો સંકેત આપે. પણ તેનાં ગૂઢ અને માર્મિક રહસ્યો સંત-મહાપુરુષોના અંતરમાં હોય છે, મહાત્માઓના અંતરનાં રહસ્યોની સ્થૂલ મૂર્તિ છે તે શાસ્ત્રો છે. તેના પ્રત્યેક સૂત્રોના જંબુદ્વીપની રેતી પ્રમાણ રહસ્યો – અર્થો નીકળે.
અનંત કેવળી ભગવંતો હોવા છતાં એક સમયે જે જુએ – જાણે તે એકરૂપ હોય. ભેદવાળું ન હોય. સાધક અપૂર્ણ છે, તે એક હોવા છતાં સમયાંતરે અનેક અધ્યવસાય પામે તેથી અનેકરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org