________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
વિજાતીય છે તેનો અનુભવ ન હોય. દૂરની કે નજીકની વસ્તુ સંયોગમાં આવે તોપણ તે સજાતીય ન થાય. પર વસ્તુનો વિયોગ થયા વગર રહે નહિ. સંયોગ તેનો વિયોગ અવશ્ય છે. પૌગલિક પદાર્થો - કર્મરૂપે જીવ સાથે ક્ષીરનીરની જેમ રહ્યા છે. જીવ તેને સ્વમાનીને જીવે છે. અધ્યાત્મ યોગ વડે દેહભાવથી મુક્ત થવાનું છે. બાહ્ય સાધન સાથે અભેદ દશા થઈ ન શકે. સ્વરૂપ -સાધ્ય સાથે ત્રિકાળ અભેદ છીએ તેવા થઈ શકીએ છીએ.
નામ સ્થાપના, દ્રવ્ય માત્ર સાધન નિક્ષેપા છે. ભાવ નિક્ષેપો સાધન -સાધ્ય બને છે. ક્ષયોપશમભાવ પણ સાધન છે. સ્વક્ષેત્રે ક્ષાયિકભાવ સાધ્યભાવ છે. અસંખ્ય પ્રદેશરૂપ સ્વદ્રવ્ય અસાધારણ કારણરૂપી આત્માથી અભેદ છે. કર્મયોગ - પુણ્યયોગ એ અપેક્ષા કારણ – સાધન છે. એ પુણ્ય એવું હોય કે ઉપાસના ઉદયમાં આવે. જીવે પૂર્વે પરપીડનથી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે નિષ્કામ કર્મયોગ વગર ખપતા નથી. તે વગર અધ્યાત્મ સાધના પણ યથાર્થે થતી નથી. - દીક્ષા – સર્વવિરતિની સાધનામાં સાધુએ અન્ય માટે ભોગ આપવાનો
છે. ગૃહસ્થદશામાં તે અંશે છે. અને વિશેષપણે સાત્ત્વિકતા વડે પાત્રતા કેળવવાની છે. ત્યાગ વગર સંયમનું સેવન ન થાય. સહિષ્ણુતા વગર નિર્જરા નથી. દેહભાવથી રહિત કાયાવડે વિષય અને કષાય છોડાય તેટલો ત્યાગ છે, તે ધર્મ છે, ધર્મક્રિયા છે.
ઘોર તપશ્ચર્યામાં પણ મન સમ-પ્રસન્ન રહે. પરિષહ-ઉપસર્ગમાં દેહ ઘેરાયેલો હોય તો પણ અડોલ રહે. તે ક્ષપક શ્રેણિ માંડવા માટેની ભૂમિકા • અંતિમ સાધના છે. પંચાચારના પાલનમાં સાધુજનોને અંતરાયકર્મ હોય છે. ગૃહસ્થને ધર્મની રુચિમાં અને વ્યવહારથી અર્થ-કામ-ભોગમાં અંતરાયકર્મ હોય. સાધુજનોને પરિષહ ઉપસર્ગ કર્મનિર્જરાનું કારણ બની કેવળજ્ઞાન સુધીનું નિમિત્ત બને.
સાધના એ છે કે જે જે પરને ગ્રહણ કર્યું છે, તે ત્યાગવાનું છે. મૂળમાં તો દેહભાવ ત્યાગવાનો છે. દેહ મરે કે જીવે તેનો વિકલ્પ નથી, એવી ઉચ્ચ જાગ્રતદશામાં કેવળજ્ઞાનની પાત્રતા થાય. સર્વ દર્શનોનું મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org