________________
૭૬
સ્વરૂપસાધનાનાં સોપાન
સુધરી જાય છે.
શું કર્યું તે ભૂતકાળ છે. શું કરાશે તે ભાવિકાળ છે. શું કરવું તે વર્તમાનકાળ છે.
વીતેલા ભૂતકાળનું (અનંતકાળનું વિસર્જન, અનંત ભવિષ્યકાળનો અંત લાવવા માટે વર્તમાનકાળ આપણા હાથમાં છે. ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન ઉપાર્જન કરવાનું છે, તે અધ્યાત્મ સાધના છે. વર્તમાન સમયની દૃષ્ટિએ ઘણો ઓછો સમય છે, છતાં ભૂત-ભવિષ્યકાળનો અંત લાવવાનું તેમાં સામર્થ્ય છે.
ભાવસ્વરૂપ આત્માને સમજવા માટે નામ સ્થાપના દ્રવ્ય છે. ક્રિયાત્મક આત્માને ભાવસ્વરૂપ કરવા માટે દાન શીલ તપ છે.
શતાવેદનીયમાં દેહ દ્વારા ભોગ્ય સામગ્રીનું જેને વેદન નથી થતું. તે જ્ઞાનને વેદે છે. વેદન અજ્ઞાનવશ રાગ - મોહને કારણે છે. દેહાદિથી ભેદજ્ઞાન કરી જ્ઞાન ઉપયોગનું વેદન કરવું તે અધ્યાત્મ છે.
સમકિત હોય કે ન હોય પણ બાહ્ય પંચાચારનું પાલન કરવું જોઈએ જેથી સમકિતને યોગ્ય ભૂમિકા બંધાય. પહેલે ગુણસ્થાનકે લૌકિક ભાવની મુખ્યતા રહે છે. ચોથાથી લોકોત્તર ભાવની મુખ્યતા હોય છે. મનોગુપ્તિ એટલે માત્ર શુભભાવ કરવા તેવો અર્થ નથી પણ મનને નિર્વિકલ્પ કરવાથી ગુપ્તિ છે. કર્મરહિત થવા આત્માની શક્તિ વાપરવી તેવો પ્રયોગ કરવો તે અધ્યાત્મ છે.
અધ્યાત્મસાધનામાં દુશ્મન અને દુર્જન પ્રત્યે પ્રેમ કરવાનો છે. જો આવા ભાવો ન આવે તો અધ્યાત્મભાવ શું પામ્યા ? પાપના ઉદયે ધન આદિનો વિયોગ થતાં સમાધાન રહે તો, સમજવું કે સાચી સમજ હતી. દેહસહિત અન્ય પૌગલિક પદાર્થોથી જુદા પડવાનું થાય ત્યારે સર્વ પ્રકારો અને પ્રસંગોમાં સમાનભાવ રહે તો તે આત્મની જ્ઞાનદશાનું લક્ષણ છે.
જીવને જો કંઈ બહારથી મેળવવાનું છે તો તે પરપદાર્થ આધારિત છે. જે અનુભવવાનું છે તે અંતરમાં છે. કેવળજ્ઞાન અનુભવવાનું છે. તે આત્મના દરેક પ્રદેશ અનુભવાય. શરીર દૂર નથી છતાં પર છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org