________________
૭૪
સ્વરૂપસાધનાનાં સોપાન જોયા કરશો.
વ્યવહાર એટલે મહાન કર્મયોગ, અનાદિ યોગ અને ધન આદિમાં કર્તાપણાના અભિમાન વગર, લેશ પણ આકાંક્ષા વગર તમે દુનિયાને આપો. તો જ નિશ્ચયની દૃષ્ટિના વિકલ્પોની ભૂમિકા ફળશે. નિશ્ચયષ્ટિ જ્ઞાન પ્રધાન છે. તેમાં અહમનો ભય છે. ભક્તિયોગમાં નમ્રતા, સમર્પણતા છે એટલે વિબ કે ભય નથી. જે વસ્તુ અવશ્ય કર્તવ્ય છે. તેને માટે કાળનો વિલંબ શો ?
આત્મ સાપેક્ષ ધર્મ છે ત્યાં જનનું શું કામ? હ જનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.
હેય ઉપાદેયના વિવેક વગર સત્ સાધ્ય નથી. સત્ સ્વયં સાધ્ય છે. વિવેક સાધના છે.
પૌદ્ગલિક પદાર્થોને દશ્ય બનાવીને (ઉપકરણ પ્રતિમા ગ્રંથ આદિ) સાધના કરવી તે વ્યવહાર સાધના છે. પોતાની દૃષ્ટિ - પરિણતિને લક્ષ્ય બનાવીને સાધના કરવી તે નિશ્ચય સાધના છે. જેનાથી દૃષ્ટિ અવિકારી બને છે, અને આવરણ હટે છે. આપણી દૃષ્ટિમાં વિકાર છે તેથી આવરણ ચાલુ છે. મતિ આદિ ચારે જ્ઞાન ક્ષયોપશમથી ચાલુ છે. જેમ નંબર હોય અને ચશમા આવે, ચમા ચઢાવીએ એટલે દેખાય. તેમ મતિ આદિ જ્ઞાનમાં ઉપયોગ મૂકવાથી જ્ઞાન થાય.
શરીરને શબ માનીને સાધુજનો સાધના કરે છે તે સફળ થાય છે. દેહને ચેતનામય માનીને જીવવાથી શરીરનો મોહ વધે છે. શરીરને શબ માનવાથી રાગરહિત દેહાતીત દશા પામી શકાય છે. દેહભાવથી અતીત થઈને આત્માને અનુભવવાનો છે. અજ્ઞાન, મોહ, અંધકારને જે ખતમ કરે તે જ્ઞાની. જ્ઞાનીને જ્ઞાનનો ઉદય હોવાથી આનંદને અનુભવે છે. કર્મોનો ઉદય છતાં કર્મોને વેદતા નથી. જ્ઞાનનો ઉદય કરવો તે સાધના છે. એવા જ્ઞાની આપણને દૃષ્ટિ આપે છે, આપણને દૃષ્ટિ મળે છે, પણ આપણી દૃષ્ટિ બનતી નથી, કારણ કે ચારિત્રમાં અશુદ્ધિ છે. સમષ્ટિમાં રહીને, સત્સંગ, સાધના કરી, અસંગ બનીને સમાં વસવાનું છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org