________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૭૩
પ્રગટે છે. તેમ જીવનું શુદ્ધ સ્વરૂપ ઉપાસ્યની જ્યોતિથી પ્રગટ થાય છે. કારણરહિત કાર્યની સિદ્ધિ ન હોય. સાધન હોવા છતાં કાર્યની સિદ્ધિ ન કરવી તે મૂર્ખતા છે. જ્યાં બહું ભેદ હોય તેવા સાધન આદિમાં દુરાગ્રહ ન કરવો, અભેદ એક છે તેનું જ લક્ષ્ય કરવું. ભેદ તત્ત્વનો અંત નથી અભેદતત્ત્વ અનંત છે તેનો અંત નથી. જે કાર્યની ઈચ્છા હોય તેની પ્રાપ્તિ માટે કારણની ઈચ્છા રાખવી જોઈએ. સાધન વડે સાધકે ક્રિયા કરવી જોઈએ.
છબસ્થ જીવે યોગમાં – ઉપયોગમાં અરૂપીતત્ત્વને ઉતારવાનું છે. જિનકલ્પ, અનશન સુધી ઉત્કૃષ્ટ યોગ અવસ્થા છે. તેથી ઉપયોગ સ્વરૂપમય ઘડાશે.
જિતેન્દ્રિયતા, અપ્રમત્તતા, નિર્ગથતા, અણગારત્વ આદિ યોગધારાથી થવું જોઈએ ત્યારે આત્માનો ઉપયોગ સ્વરૂપમય - સિદ્ધ થશે. ઉપયોગયુક્ત ક્રિયાથી મોક્ષમાર્ગની સાધના બને છે. સ્વસત્તાનું ધ્યાન કરવાથી અને પરપદાર્થને પ્રાધાન્ય આપવાનું ત્યજવાથી અપરમાર્થિક દશા ખતમ થાય છે. સ્વરૂપદશા પ્રગટે છે.
સાધક સાધનસંપન્ન નથી તો સાધક કેવી રીતે ? સિદ્ધિનું લક્ષ્ય ન હોય તો સાધક કેવી રીતે ?
સાધકની પ્રવૃત્તિ અન્યને પણ હિતકારી હોવી જોઈએ. અન્યના ચિત્તને પ્રસન્ન કરનારી હોવી જોઈએ.
જગતનું સ્વરૂપ સમજી જગતથી જુદા પડવાનું છે. પછી શરીરનું સ્વરૂપ સમજી શરીરથી જુદા પડવાનું છે. ઈન્દ્રિયદમન એ ત્યાગની પ્રાથમિક ભૂમિકા છે. આત્મા સાથે અભેદ થવું તે સ્વાભાવિક છે. દેહ સાથેનું મમત્વ એવું સ્વાભાવિક થયું છે કે તેમાં અભેદ થવાનું શીખવવું પડતું નથી. દરેક જીવને જીવ ગમે છે પણ દેહ જ જીવન છે એમ માનીને તેને જિવાડવા મથે છે.
કોઈ દીવાલને પથરા મારે, તમે જોયા કરો તમને કંઈ ન થાય. તેમ દેહ જ્યારે જુદો લાગે ત્યારે દેહના તમે સાક્ષી બનશો, તેની ક્રિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org