________________
૭૧
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે પ્રત્યે મમતા આવે અને સાધન જ સાધ્ય બની જાય તો સાધનામાં દોષ લાગે. સાધનને સાધન માનો. સાધ્ય તરફ આગળ વધીને સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. સાધન પરલક્ષી વિનિમયનું કારણ છે. સાધના વડે વિકસતા ગુણોને આત્મસાત્ કરવાના છે. અહિંસા, દયા. દાન, પ્રેમ નિષ્પરિગ્રહ, અનશન આદિ સાધકના ગુણોની અવસ્થા છે.
દર્શનાવરણના ઉદયમાં નિદ્રાવસ્થામાં હું દેહ છું તે ભાવ સુષુપ્ત છે. જાગ્રત અવસ્થામાં જ્ઞાનદશામાં હું દેહ નથી' તે ભાવ અધ્યાત્મ સાધના માટે મુખ્ય છે.
વિશ્વમાં જે સ્વરૂપો છે તેને ભાવથી ભાવવા તે ભાવના. ઉત્તમો ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરવાની આકાંક્ષા તે ભાવના. પરમાત્મા બનવાની ગતિ તે ધર્મ. સિદ્ધ પરમાત્માના જે વિશેષણો છે તેની ભાવના કરવાથી આપણું બળ વધે છે. સિદ્ધ પરમાત્મા ઉપયોગથી સિદ્ધ છે. આપણે અધ્યાત્મયોગની પાત્રતા બનાવવાની છે. તે યોગસાધના છે. તેથી આપણો ઉપયોગ ઔદયિક ભાવમાંથી ક્ષયોપશમભાવ પામી અંતે ક્ષાયિક ભાવમાં પરિણમશે. ઔદયિકભાવો વિજાતીય છે. ક્ષયોપશમભાવ સજાતીય છે. ક્ષાયિકભાવ સ્વાભાવિક છે.
સાધનામાં સાધન દ્વારા બળ મળે છે. છતાં સાધન ન મળે તો સાધ્ય પ્રાપ્તિમાં નિરાશ ન થતાં પ્રસન્નતા કેળવવાની છે. તો સાધનપ્રાપ્તિ થશે. સાધનવિમુખ થવાય તેવો શોક સંતાપ ન કરવો.
જ્ઞાનભાવ ક્રિયાભાવથી ઉચ્ચ છે, અર્થદેશીય છે. ભાવમાં સ્વાધીનતા છતાં જીવને પૂર્વે સંસ્કારો પડેલા છે. આપણી સામે દશ્ય જગત છે. તેમાં ગમે તેવા સંજોગો પેદા થાય છે, તે વખતે સમભાવે ટકી જવું તે સાધના છે.
અત્યંતર વીતરાગતા લાવવા માટે સર્વવિરતિ બળવાન સાધન છે. પરમાર્થથી સર્વવિરતિ અંતરંગ પરિણતિ છે. વિરક્તિ કે અવિરક્તિના ભાવ મન કરે છે. આંતરિક સર્વવિરતિ જે સ્વસ્વરૂપ છે, દેહથી સર્વવિરતિ એ બાહ્ય સાધુપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org