________________
૬૯
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
જીવને ચંદ્ર - સૂર્ય ગ્રહણ શું નુકસાન કરે ! જીવ માટે સંસાર જ ગ્રહણ છે.
સંસારી જીવને સેવા-પરોપકાર જેવા નિષ્કામ કર્મયોગથી ત્યાગનું નિર્માણ થાય છે. જો રાગવૃત્તિ ઉત્પન્ન ન થાય તો તે અત્યંતર વૈરાગ્ય છે. પ્રતિકૂળતામાં સહન કરવું. અપેક્ષાવૃત્તિનો ત્યાગ એ સહિષ્ણુતા છે. સાધનામાં આવા ગુણોની આવશ્યકતા છે. પુદ્ગલ દ્રવ્યમાં ભોગ અને સુખબુદ્ધની માન્યતાનો અભાવ તે વિરાગત્વ છે.
મોહમુક્ત થયા વગર દુઃખમુક્ત થવાતું નથી.
જ્યાં સુધી સ્વરૂપથી ભેદ છે ત્યાં સુધી સાધકે હેય-ઉપાદેયનો વિવેક કરી વિચારણા કરવાની છે. હેય-ઉપાદેય કદી સમાન નથી. પરંતુ હેય શું અને ઉપાદેય શું તે ગુરુગમથી જાણવું. સિદ્ધાવસ્થામાં હેય – ઉપાદેય, પુણ્ય-પાપ, જેવા ભેદનું વિસર્જન છે. નિશ્ચયધર્મથી હરેક દશામાં આત્મા બળવાન છે. વ્યવહારધર્મથી સંસારીને કર્મસત્તા બળવાન છે.
માટે જીવને હેય – ઉપાદેયનો વિવેક આવે તો કરણી-અકરણીનો ભેદ સમજાય. અર્થાત્ બંધ વખતે વિવેક બને અને ઉદય સમયે સમ બને. જીવ એ રાગનું પાત્ર નથી. જીવમાત્ર પ્રેમનું પાત્ર છે. પુદ્ગલ દ્રવ્યોનો રાગ છોડવાનો છે.
દેહદુઃખ અશાતાનું કારણ છે. મોહ દુઃખ ક્લેશ, ભય, શોક આદિનું કારણ છે.
દેહથી ભિન્ન થવામાં જીવ સ્વતંત્ર છે. ભેદજ્ઞાન વડે તે શક્ય છે. ભેદજ્ઞાનીની ઉદયની સર્વ અવસ્થાઓ ભોગી હોવા છતાં અંદરથી યોગી જેવી છે. તીર્થંકરનામકર્મ / સમકિત મોહનીય કર્મસહિત છતાં નિશ્ચિત મોક્ષમાર્ગની અવસ્થા દર્શાવનારી છે. માટે ભક્ત માટે ભગવાનની બધી જ અવસ્થાઓ (નામ-રૂપ) બધું જ દિવ્ય છે, પૂજ્ય છે. તીર્થકરમાં જન્મથી ઉત્તમ ક્ષયોપશમ સમકિત હોય છે. અવધિજ્ઞાન મોક્ષલક્ષી છે. તેથી દરૂપ તેમની સર્વઅવસ્થાઓ ઉપકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org