________________
६८
સ્વરૂપસાધનાનાં સોપાન
વ્યસન અન્યને ભગવાન બનાવવા નિમિત્ત બને છે. ભગવાન બનનારે પ્રથમ દાસ થવું પડે છે. પણ ભગવાન દાસને દાસ ન રાખતા ભગવાન બનાવે છે.
સાધક દશામાં વ્યવહાર આલંબન બાધક નથી. તેથી તે ત્યજી ન દેવા. સાધન સાથે કેવો વ્યવહાર કરવો તે તત્ત્વદષ્ટિ છે. જે આલંબન બાધક હોય તે ત્યજી દેવું. સાધનને સર્વસ્વ માની ત્યાં જ અટકી ન જવું. કારણ કે બાહ્યસાધન માનાદિ પેદા કરે છે. સાધન સાથે અભેદ થવાનું નથી. સાધન સાધ્ય નથી. સાધ્ય માટે સાધન પેદા કરવા પડે છે. મૂર્તિ શાસ્ત્ર વગેરે. સાધનમાં સાધ્યનો આરોપ કરી સાધના કરવાની છે. સિદ્ધનું જે સાધ્ય આપણે ગ્રહણ કર્યું છે, તે આપણા આત્મામાં છુપાયેલું છે. સાધ્ય સાથે અભેદ થતાં આપણું સિદ્ધત્વ પ્રગટ થાય છે. માટે એવું સાધ્ય ગ્રહણ કરો કે પોતામાં જ રહેલું હોય. પરમાત્માને સાધ્ય બનાવવાનો ભાવ એ જ છે કે પોતાનામાં રહેલું પરમાત્મપણું પ્રગટ થાય.
પુગલ આદિ કર્મ નિત ઔયિકભાવ જે વર્તમાનમાં રહેલા છે. તે જો સાધ્ય બની જાય અને જીવ તેને જ પકડી લે તો જીવ પરમાત્માને બદલે પામર જ રહેશે. સર્વોત્કૃષ્ટ સાધ્ય પરમપદ છે. કારણ કે તે પ્રાપ્ત થયા પછી સાદિઅનંતકાળવાળું છે.
વિશ્વમાં પરમાત્વતત્ત્વ સિવાય કોઈ અંતિમ સાધ્ય નથી, તે જીવની અપેક્ષાએ અનાદિઅનંત નથી. સાદિઅનંત છે. એક વાર સિદ્ધ થયા પછી જતું નથી. જ્યારે ઉચ્ચ એવા ચક્રવર્તીદિ પદો સાદિસાંત છે. એ પદની પ્રાપ્તિ અને સમાપ્તિ બને છે. પાછું કર્મસત્તાને આધીન થવું પડે છે. વળી નવું કર્મ નિર્માણ કરવું પડે છે. સ્વરૂપ સ્વયંભૂ છે તેને નિર્માણ કરવું પડતું નથી. આવરાયેલું પ્રગટ કરવું પડે છે.
નિદ્રાવશ થવું તે કર્મજનિત દર્શનાવરણ છે. ખુલ્લી આંખે જાગૃતિપૂર્વક ઊંઘવું તે જ્ઞાનજાનિત છે. બંધ આંખે દેખાતું જગત એ સ્વપ્નાવસ્થા છે. સ્વપ્નદશા પછી જાગ્રત દશાથી આગળ વધો. ઉજાગર દશા એ અધ્યાત્મ સાધનાનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org