________________
સ્વરૂપસાધનાનાં સોપાન
જે પદાર્થ પર મોહ થાય તે (શેય પદાર્થો) પરથી દૃષ્ટિ હટાવી લો, જ્યાં મોહ થાય છે તેનું સ્વરૂપ જાણો. આમ પ્રયત્ન કરવાથી મોહ દૂર થશે. દૃષ્ટિ નિર્મળ બનશે. રાગના પદાર્થોને જોવાને બદલે રાગને જુઓ. દ્વેષ કરાવનાર પદાર્થોને જોવાને બદલે તમે દ્વેષને જુઓ, પદાર્થોમાં રાગદ્વેષ નથી. આપણામાં રાગદ્વેષ છે. તેના તરફ જ્ઞાનદષ્ટિથી જુઓ. જેથી દૃષ્ટિ નિર્મળ થતાં રાગદ્વેષ દૂર થશે. અને નિર્મોહતાનો અનુભવ થશે. એ સાધના છે.
શય પદાર્થોનું ચિંતન-ધ્યાન કરવાને બદલે જ્ઞાનનું સ્વરૂપનું ધ્યાન કરો. જેથી કર્તાભોક્તાપણું જે પરપદાર્થોનું છે તે ટળી જશે. ધર્મ સાધનાથી નિમૉહ થવાનું છે, તેની ફળશ્રુતિ વીતરાગતા છે. તેનું પરિણામ કેવળજ્ઞાન છે. અપ્રમત્ત દશામાં વિશેષ વીતરાગતા આવે છે. સર્વવિરતિ વગર એવી અપ્રમત્તદશા ન આવે. અપ્રમત્તદશામાં નિર્ગથતા, નિર્મોહતા, જિતેન્દ્રિયતા આવે છે.
અહિંસાદિ લૌકિક ક્ષેત્રે મર્યાદિત છે. અહિંસાદિ લોકોત્તર ક્ષેત્રમાં પરાકાષ્ઠાએ પહોંચે તે કેવળજ્ઞાનની ભૂમિકા છે. હિંસાદિ અઢારે પાપસ્થાનકો ભયંકર છે. તે સર્વેને દૂર કરવાનાં છે. અન્યને દોષ ન આપતા પોતાના દોષને નિવારવા દઢ પ્રયત્ન કરવો.
પરમાત્મા વચનયોગ રહિત છે, માટે આપણે મૌનની સાધના કરવી. છતાં છદ્મસ્થ છીએ બોલવું પડે તો પરમાત્મ ભાવે બોલવું જેથી ભાષા સમિતિ સચવાય. લોકાગ્રે સિદ્ધ પરમાત્મા સ્થિર છે. તેથી સાધકને આસનજય આપ્યો છે. છતાં યોગનો વ્યવહાર એવો કરવો કે અન્ય જીવોને સુખ ઊપજે. કલ્યાણ થાય. સાધનના વિધિનિષેધમાં અટકવું નહિ પણ સાધ્યની સિદ્ધિ શીઘ્રતાએ થાય તેમ કરવું.
ગૃહસ્થ દશામાં પરમાત્માની પૂજા શ્રેષ્ઠ ધન, ચંદન આદિ સાધન દ્વારા કરી સન્માન, સત્કાર વડે ઉત્તમભાવ કરવાના છે. સાધુજનોને કેવળ ભાવપૂજા કેવળજ્ઞાન થાય ત્યાં સુધી કરવાની છે.
કોઈ પણ ઇંધનમાં અગ્નિ છુપાયેલો છે, તે પ્રગટેલા અગ્નિ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org