________________
સ્વરૂપસાધનાનાં સોપાન અન્ય પદાર્થોમાં કરેલો પરભાવ જે ગ્રહણ કર્યો છે તે ત્યાગ કરવાનો છે. વાસના, ઈચ્છાઓ. ક્રોધાદિ કષાયો જે ગ્રહણ કર્યા છે તેનો ત્યાગ કરવાનો છે. પથ્યાપથ્ય, ગમ્યાગમ્ય, યોગ્યાયોગ્ય અને ભક્ષ્યાભઢ્યનો વિવેક કરવાનો છે. જે પરભાવો છે તે ત્યજવાના છે. એકેન્દ્રિય જીવની જેટલી જતના રાખીએ છીએ તેથી વિશેષ જે જીવો સાથે આપણો સંબંધ છે. તેની સાથે પ્રેમમય સંબંધ રાખવાનો છે.
ખાવાની ઇચ્છા એ આહારસંજ્ઞા. ઇષ્ટ આહાર ખાવાની ઇચ્છા એ રસેન્દ્રિયનો વિષય. દેહભાવ કે દેહાધ્યાસ ન હોય ત્યાં આહારસંજ્ઞા ન હોય.
આહારસંજ્ઞા અને રસેન્દ્રિય એ મોહનીયના ભાવ-કારણ છે. સુધા એ વેદનીય કર્મ છે. આહાર પણ દેહભાવે ન હોય તેથી તે આહાર સંજ્ઞા ન કહેવાય.
જેની પાસે હજી તત્ત્વદૃષ્ટિ નથી તે જીવોએ નમ્ર રહી અન્યના સુકૃત્ય - સાધનાની અનુમોદના કરવાની છે. અન્યથા ઈર્ષાદિમાં પાપબંધ થતો રહે છે. વૈરાગ્યાદિથી થયેલા પુણ્યનું પુનઃ પાપમાં સંક્રમણ થતું નથી. પરંતુ સંયમમાર્ગના સાધનની વૃદ્ધિ થતી રહે છે.
• ભૌતિક ભાવ વાસ્તવિક શત્રુ છે. ૦ કર્મ આવરણ જીવને દ્રવ્ય શત્રુ છે બાહ્ય) ભાવ પ્રમાણે કર્માવરણ હોય છે.
પુગલના ગુણગાન ગાવા તે રાગ. પુગલ એ જીવનું વિરોધી તત્ત્વ છે.
આત્માના ગુણગાન ગાવા તે વીરતા. દેહરહિતપણે માત્ર સુખ છે. દેહના નિમિત્તે કર્મયોગે સુખદુઃખ બંને છે. તેમાં સુખની વિકૃતિ દુઃખ છે. દેહભાવની ભૂલ એ દુઃખ છે. જ્ઞાની કહે છે દેહ સંગે દુઃખ જ છે. અધ્યાત્મમાં જ્ઞાન વડે સુખ સમજાવાય છે. સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org