________________
૪૬
સ્વરૂપસાધનાનાં સોપાન
સ્વીકારતાં વિવેકથી વર્તન કરવું. બોલવામાં સિદ્ધ સ્વરૂપ સ્વીકારીએ છીએ, તેમ સર્વે કર્મરહિત થાય, તેવી ભાવના કરવી.
પુદ્ગલ દ્રવ્ય નિમિત્તથી કદી પણ પર બની શકતું નથી. તે તેનું દ્વતપણું છે. અનિત્યપણું, એકદેશિયતા અને અપૂર્ણતા છે. જ્યારે જીવ નિમિત્તથી પર થઈ શકે છે. પુદ્ગલમાં કર્તાભોક્તા ભાવ કરીને પરબુદ્ધિ કરે છે. પુદ્ગલ દ્રવ્યો પણ ઉપકારી થઈ શકે છે.
પુદ્ગલ દ્રવ્યમાં ગુણરૂપે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દરેક પરમાણુમાં હોય છે. જ્યારે શબ્દનો બાહ્ય સ્કંધ બદલાવાથી થાય છે. સૂક્ષ્મ સ્કંધમાં પરમાણુમાં શબ્દ ન હોય. વર્ણ, ગંધનું કામ ન કરે. વર્ણ ફરે રસ આદિ ફરે. પ્રભા, છાયા. આપ ઉદ્યોગ, અંધકાર, પ્રકાશ. આ બાદર સ્કંધો છે. સૂક્ષ્મ સ્કંધ – પરમાણુમાં આ ગુણો ન હોય. તે વર્ણના ભેદો છે. પુદ્ગલ દ્રવ્યના એક એક ગુણની શક્તિ અનંત છે. તેથી તેની પર્યાયોમાં, એકતા સંભવ બને છે. પુદ્ગલ દ્રવ્યના ગુણોમાં જે અનંત ભેદો છે, તેથી તેનું રૂપીત્વ, વિનાશીપણું તેની પર્યાયોમાં સાંદિરાંત ભાવો ચાલુ રહે છે. જ્યારે આત્માના દર્શન ગુણ જ્ઞાનમાં સમાય. ચારિત્ર-તપ સ્વયં ઉપયોગરૂપ છે. એટલે દરેક ગુણો શુદ્ધ ઉપયોગમાં એકતા પામે છે. પુગલદ્રવ્યનાં લક્ષણો એકતા પામતાં નથી. વર્ણાદિ અનેકરૂપે રહેવાથી જગતના પદાર્થોની રચનાની વ્યવસ્થા જળવાઈ રહે છે. દરેક ઇન્દ્રિય પોતાને યોગ્ય વિષયનું જ કાર્ય કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો એક બની અન્ય વિષયનું કાર્ય કરી શકતા નથી.
પુગલ દ્રવ્યના આપણે જ્ઞાનાધાર છીએ પણ સુખાધાર નથી. જો આપણે જ્ઞાનાધારને બદલે સુખાધાર માનીએ તો આપણું જ્ઞાન છે તે અજ્ઞાન બને. અને પુદ્ગલ સાથે સુખાધાર સંબંધ જ આપણો બદ્ધ સંબંધ બને છે, કર્મબંધ બને છે. પુદ્ગલ - દેહમાં અલ્પ પણ સુખબુદ્ધિનો ભાવે રહે તો સર્વથા મોહનો નાશ ન થાય. કારણ કે તેમાં કષાયભાવ હોય.
સમસ્ત વિશ્વ ઉપર આપણી જ્ઞાત સત્તા છે, તે ભૂલીને આપણે કર્તાભોક્તાભાવ કરીએ છીએ. તે દ્વારા આપણે કર્મબંધ કરીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org