________________
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.’
૪૫ દયાદાનાદિની પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો દુરાચાર કે દુર્જનતા નહિ આવે. અન્યનું અલ્પાંશે પણ બૂરું ઇચ્છવું તે દુર્જનતા છે. અને દુર્જનતા હશે ત્યાં સુધી ધર્મમાં નિત્યભાવ નહિ આવે.
આત્મા અને દેહ બંને એકબીજા સાથે એકમેક થઈ ગયા જણાય છે. અભેદ જેવા જણાય છે પણ તે અભેદ નથી. જ્યાં શરૂઆત અને અંત હોય, દેહનો સંયોગ અને વિયોગ હોય તેને ભેદ કહેવાય. આ ભેદનો જ ભેદ કરી આત્મસ્વરૂપ સાથે અભેદ થવાનું છે.
જીવને દેહરૂપે એટલે આ સ્ત્રી, આ પુરુષ, આ મિત્ર, આ શત્રુ, આ મનુષ્ય આ પશુ. તેવી ભેદદષ્ટિથી ન જોતાં આત્મદષ્ટિએ જોવું. જેથી સમભાવ કેળવાય. સંઘર્ષો ટળે, એવા ભેદથી સંસારમાં રાગાદિભાવ ઉત્પન્ન થાય છે. રાગાદિથી આર્ત અને રૌદ્રધ્યાન થાય છે. વૈરાગ્યથી ધર્મધ્યાન થાય છે. જગતના પદાર્થો પરથી રાગ ઘટે વિરાગ આવે. ધર્મધ્યાન એટલે શુદ્ધ આલંબનમાં એકાગ્રતા. શુભ ભાવ એ એકાગ્રતા નથી પણ શુભ ભાવનું સાતત્ય હોય છે. ધ્યાનમાં મનાદિ યોગની સ્થિરતા હોય છે, તે ધ્યાન શુક્લ ધ્યાન છે.
આર્તરોદ્ર ધ્યાનમાં ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ અને ભિન્ન ભિન્ન પદાર્થમાં સામાન્ય ઉપયોગ હોય છે. જેમાં મુખ્યત્વે સાંસારિક પ્રવૃત્તિ હોય છે. તેમાં કોઈ એક ધ્યેય હોતું નથી. ધ્યેય હોય તો પણ તે સાંસારિક છે, જે ધ્યેય બદલાયા કરે છે.
દેહભાવે સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ-પરિવર્તન ચાલુ રહે છે. સાચું પરિવર્તન મિથ્યાત્વમાંથી સમ્યકત્વ પ્રાપ્ત કરવું તેમાં છે, અજ્ઞાનનું જ્ઞાનમાં છે. અંતે મોક્ષ છે. અજ્ઞાનનું જ્ઞાનરૂપે પરિવર્તન ધર્મથી થાય છે.
સ્વ-અસ્તિત્વનું અહમ બીજાના અસ્તિત્વને સ્વીકારી શકતું નથી તેથી તે બંધનરૂપ બને છે. વળી બીજાના અસ્તિત્વને મિટાવી દેવા માગીએ છીએ તેથી ઘર્ષણ પેદા થાય છે. તે દુઃખદાયી છે માટે અહંનો ત્યાગ કરવો.
છધસ્થ જીવોમાં જાતિ એકતા છે, માટે સેવા, દયા, પ્રેમ, ઉદારતા, ક્ષમા, દાન, પરોપકાર જેવા ભાવ રાખવા. કર્મના ઉદયની ભેદરૂપતા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org