________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૫૯
સાધક લક્ષ્ય (નિશ્ચય) વગરનો ન હોય, તેમ સાધક સાધનાકાળમાં સાધન (વ્યવહાર) વગરનો ન હોય. બાહ્ય અવલંબન વ્યવહાર કહેવાય છે. પરંતુ લક્ષ્ય પરમાર્થનું છે.
સાધના કાળમાં શાસ્ત્રો એ અવલંબન છે. આત્મધર્મને સિદ્ધ કરવા માટે શાસ્ત્રો છે. તેનો ઉપયોગ કેવળ ખંડનમંડન કે વાદવિવાદ માટે કરશો તો આત્મા તિરોહિત થશે. સુવિચારણા માટે, અધ્યાત્મની સમજ માટે વિનિમય કરો. સંપ્રદાયવાદ એ સીમિત વસ્તુ છે. અધ્યાત્મવાદ એ વ્યાપક તત્ત્વ છે. શાસ્ત્રોને નામે પોતાના અહમનું પોષણ ન કરવું કે પોતાનું પ્રચારકાર્ય ન કરવું.
શાસ્ત્રો ઋતિજ્ઞાન કે બુદ્ધિની વૃદ્ધિ માટે નથી; સ્વરૂપની સિદ્ધિ માટે છે. દુઃખરહિત થવા માટે શાસ્ત્રોનું અધ્યયન છે. અધ્યાત્મમાં શાસ્ત્રજ્ઞાન પર ભાર નથી આપ્યો, પરંતુ તેમાં નિર્દોષ આનંદનું દિશાસૂચન છે.
શાસ્ત્રજ્ઞાન મેળવીને જે ક્લેશ, ભય, ઉદ્વેગ કે શોકને દૂર કરી શકતો નથી તો તે આધ્યાત્મિક અજ્ઞાન છે. વિશ્વના પદાર્થોના અજ્ઞાનને, અજ્ઞાન ન કહો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવને મોહાદિ ભાવ કરાવીને મૂંઝવે નહિ તે જ્ઞાન છે. શાસ્ત્રના સૂત્રાર્થ તે જ્ઞાન નથી, તે તો બુદ્ધિ તત્ત્વ છે, તેથી તેમાં બુદ્ધિનો આનંદ છે, પણ સ્વરૂપનો આનંદ નથી.
- બુદ્ધિ પ્રતિભાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ભલે થાય, પરંતુ જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય નહિ થાય. મોહનીયના અભાવમાં જે જ્ઞાન થશે તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરશે. મોહાદિભાવ રહિત જ્ઞાન નિર્મળ છે. મોહાદિભાવો તે વિકાર છે. સ્વરૂપને બદલે વિરૂપમાં લઈ જાય.
સાધન વગર સાધના થતી નથી, ભલે સાધનનું અવલંબન વ્યવહાર હોય. જેનું લક્ષ્ય આત્મૌપમ, છે. તે દશ્યરૂપે ઉપકરણથી સાધના કરતો હોય તો વ્યવહાર તે શુભ વ્યવહારધર્મ છે. અધિકરણ વડે સંસાર ભોગવતો હોય તો તે અશુભ વ્યવહાર છે.
ધર્મસાધનામાં અન્યને દુઃખી ન કરવા તેની મહત્તા નથી, તે સાધના પરલક્ષી છે. પરંતુ ગમે તેવા સંયોગોમાં પોતાની જાતને દુઃખી થવા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org