________________
૬૪
સ્વરૂપસાધનાનાં સોપાન તેના પ્રત્યે અભાવ થાય તો તે દોષરૂપ છે. વળી અન્યના દોષનું પુનઃ પુનઃ પુનરાવર્તન કરવાથી તે દોષ તમારામાં પ્રવેશ પામી જવાની સંભાવના છે. અર્થાત્ તમે સ્વયં નિંદા જેવા રસથી તુચ્છતા પામો છો.
તત્ત્વદૃષ્ટિએ કે દ્રવ્યાનુયોગના જે જે વિકલ્પો છે તે આપણા રાગદ્વેષ આદિ કાઢવા માટે છે. તે વિકલ્પોને સાધન બનાવી સાધના કરવી જોઈએ. જેમ કે “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. દરેકનું પરિણમન સ્વતંત્ર છે.” આ સિદ્ધાંત છે અર્થાત અનાદિકાળથી જીવ પુદ્ગલના સંયોગમાં રહ્યો. દેહભાવે રહ્યો, છતાં જીવ અજીવ કે દેહરૂપ બન્યો નથી. માટે દેહના નિમિત્તે થતી અવસ્થાઓમાં સુખદુ:ખના વદનના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે.
છે દુઃખને ન દે તેવાં તત્ત્વો ક્યાં છે?
એક સિદ્ધ પરમાત્મા જ છે. છતાં અપેક્ષાએ લઈએ તો જડ પદાર્થોદ્રવ્યોને વેદન નથી. સિદ્ધ પરમાત્મા ચેતનાયુક્ત છે પરંતુ અશરીરી અને શુદ્ધ ઉપયોગના ધારક હોવાથી દુઃખને વેદતા નથી. કેવળ આનંદસ્વરૂપ આત્મવેદન સહજપણે હોય છે. તેવું અંતર જડ અને ચેતન પદાર્થોમાં છે.
સંસારી જીવ દુઃખને વેદે છે. સંસાર એટલે રાગગ્રહણ. સાધકને રાગ સામે વિરાગ અને ભોગ સામે ત્યાગ છે. અનાદિકાળથી સંસારી જીવ રાગગ્રહણ અને ભોગરૂપ અધર્મ કરતો આવ્યો છે. માટે સંસારથી છૂટવા ત્યાગ અને વૈરાગ જોઈએ. બાહ્ય ત્યાગ સાથે રાગ છોડવાનો છે. દેહમાં સુખબુદ્ધિ છોડવાની છે.
જેણે યોગમાર્ગ સાધુપણું સ્વીકાર્યું છે તેમને માટે શરીર ઈન્દ્રિય, આયુષ્ય સાધન છે. ભોગ માટે નથી. માટે એવી રીતે જીવવું જોઈએ કે સાધન વપરાય, સચવાય અને સાધના ચાલુ રહે. આયુષ્યને ઉપઘાત ન લાગે, ઇન્દ્રિયોમાં લોલુપતા ન થાય. શરીર સક્ષમ રહે. ઈન્દ્રિયો બાહ્ય પદાર્થોનો બોધ કરાવે છે. સંયમ અને તપ આદરીને શરીર ક્ષીણ થતું રહે તેથી પણ અધિક આનંદ સાધુને ઉપસર્ગ-પરિષદમાં છે. આ મરણાંતર કષ્ટમાં પણ સમભાવે વેદીને દેહત્યાગ કરે છે. તેને ભેદજ્ઞાન પચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org