________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે શરીરનો મોહ અને અશરીરીભાવ ટકે તે લક્ષ્ય મરણનો સ્વીકાર કરે છે તે મહાપાત્ર છે.
જીવનની ઈચ્છા નહિ અને મરણનો ક્ષોભ નહિ. સંસારમાં રાગગ્રહણ વગેરે શીખવવું પડતું નથી. જ્યારે મોક્ષમાર્ગનું લક્ષ્ય શિખવાડવું પડે છે. ભેદજ્ઞાનપૂર્વક જીવનમાં ત્યાગ ક્રિયા થાય તો તે લક્ષ્યપૂર્વકનું છે. બાહ્ય અત્યંતર નિર્ગથ થવાનું છે.
મોક્ષમાર્ગમાં ત્યાગ ક્રિયા, ત્યાગ ભાવ, ત્યાગ લક્ષ્ય આદરવાના છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન, તથા આત્મા અને દેહનું ભેદજ્ઞાન જરૂરી છે. સાધનામાં ત્યાગક્રિયા અને ત્યાગભાવ હોય પણ લક્ષ્ય ન હોય તો ૯૫ ટકા કામ બાકી રહે છે.
સંસારમાં કે ધર્મક્ષેત્રે જીવને કર્તાપણું નડે છે. તત્ત્વદષ્ટિ – નિશ્ચયનયના સેવનથી કર્તાભાવ છૂટે છે. સંસારનું મૂળ કર્તાપણું છે. દેહમાં આત્મબુદ્ધિ છે. અધ્યાત્મની સાધના જ એ છે કે હું દેહ નથી. આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનું સ્થાપન કરવાનું છે. આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવા તત્ત્વજ્ઞાનની જરૂર છે. જ્ઞાનાચારમાંથી કર્તાભોક્તાભાવ કાઢવાનો છે.
દેહમાં ભોગવૃત્તિ કરીને આપણે પુદ્ગલદ્રવ્યની સામગ્રી એકઠી કરીએ છીએ, ભોગવીએ છીએ. ત્યારે દેહ દ્વારા સુખ ભોગવાય છે. જેને લોભકષાય છે. તેની ભોગવૃત્તિ સતત ચાલુ છે. આરંભ કર્યા પછી પરિગ્રહ ભેગો થાય છે.
ત્યાગ એ આપણા અકર્તા સ્વરૂપનું બાહ્ય પ્રતીક છે. રાગ ગ્રહણમાં પ્રલોભન છે. ત્યાગમાં પ્રલોભન નથી પણ અહમ ભળે છે. કર્તા એટલે અપૂર્ણતા, ક્રિયા એ વિનાશીપણું. કર્મ એટલે અશુદ્ધિ – આવરણ. આત્માનું મૂળ સ્વરૂપ પૂર્ણ અક્રિય અને અવિનાશી છે.
મૂળ સ્વરૂપના લક્ષ્યરહિત તથા પંચાચારના પાલનરહિત સકામ નિર્જરા સંભવ નથી. એકેન્દ્રિયથી માંડીને અસંશિ પંચેન્દ્રિય જીવો સકામ નિર્જરા કરી શકતા નથી. સંજ્ઞિ જીવ આચારનું પાલન કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org