________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૬૩
પરિગ્રહ - સામગ્રી વધારવામાં પાપપ્રવૃત્તિ પણ વધતી જાય છે. પંચેન્દ્રિય જીવો મન અને પાંચ ઇન્દ્રિયોની શક્તિ સહિત છે જેનો ઉપયોગ તે દૈહિક-ભૌતિક દુઃખમુક્તિ કરવા માટે અને સુખપ્રાપ્તિ માટે કરે છે. આપણને મળેલી ત્રણે કાળની દીર્ઘકાલિકી સંજ્ઞાનો મર્યાદિત ઉપયોગ કરીએ છીએ. ખરું જોતાં આ સંજ્ઞા-શક્તિનો સદ્દઉપયોગ અનાદિ અનંતકાળ સુધી કરવાનો છે તેને બદલે જન્મથી મરણ સુધી મનુષ્ય તેનો દુરુઉપયોગ કરે છે.
આહાર છે પણ સંજ્ઞા નથી તો ત્યાં દેહધર્મ તો છે. સાથે સાધના છે. પરિગ્રહ છે અને સંજ્ઞા નથી તો તે સાધના છે. મૈથુન છે વિકાર નથી તો તે સાધના છે. જે સાધનાની અંદર આપણે દોષનાશરૂપ ગુણ પ્રાપ્તિ કરી હોય, તો તે ગુણની સહજતા નથી, પરંતુ તે દોષનાશ આધારિત ગુણ છે, તે ગુણ પરનૈમિત્તિક હોવાથી, સાદિસાંત હોય, આગળના વિકાસની શક્યતાવાળા હોય, તે શુભભાવમાં સ્વરૂપ બુદ્ધિ કરવાથી આપણે અટકીએ છીએ. તેમાં આપણે ઉચ્ચતા માની ગર્વ કરીએ છીએ. ગુણોમાં આવો મિથ્યાભાવ આવવાથી ગુણ દોષરૂપ બને છે. અન્ય જીવો પ્રત્યે સમાનભાવ રહેતો નથી. હલકાપણું લાગે છે. આવા વિકલ્પથી ગુણમાં આરોહણ કરવાને બદલે જીવ પડે છે કે અટકે છે. અન્યના દોષ પ્રત્યે દૃષ્ટિ ન કરવી અને પોતાના ગુણોની પ્રશંસા ન કરવી તે સહજ-સ્વાભાવિક ગુણપ્રાપ્તિનો ક્રમ છે.
અન્યદોષદર્શનમાં નિષ્કામભાવ હોય, સાક્ષીભાવ હોય તો તે ક્ષમ્ય છે. જેમાં અન્યનું હિત છે. જેમ કે કોઈ મિત્રને અસત્ય બોલવાની આદત પડી હોય. તમને તેની અનુકંપા આવે છે કે આ જીવ નિરર્થક કર્મ બાંધે છે. તમે વિવેકસહ સત્યપ્રિય છો તો તમે તેમને પ્રેમથી - ધીરજથી સમજાવો છો. અને કદાચ તમારી વાત ન માને તોપણ તમે તેના પ્રત્યે અભાવ કે અણગમો કરતા નથી. તમારા પુત્રની જેમ વાત્સલ્યભાવે પુનઃ પ્રયત્ન કરો છો.
પરંતુ જો તમે તેને સુધારવાના કર્તાભાવનો વિકલ્પ કરો, અને તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org