________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૬ ૧ ૨. વિરેષણા : ધનની આકાંક્ષા. ગૃહસ્થ-ભોગીને જીવનનિર્વાહ માટે ધનાદિની જરૂર છે પરંતુ ધન એ જ સાધ્ય બની જાય તો ધર્મસાધના થઈ ન શકે. ત્યાગી પણ જો બાહ્ય પ્રવૃત્તિઓનાં કાર્યો માટે ધનની વ્યવસ્થામાં વૃત્તિ જોડે તો ત્યાગ માર્ગમાં તે બાધક છે. તે વિન્વેષણા છે.
૩. પુત્રેષણા : ગૃહસ્થ જીવનમાં સંતાનપ્રાપ્તિ – પરિવાર એ જીવનમાં સહાયક કારણો છે. પરંતુ તેમાં આસક્ત થઈને જીવન વિતાવી દેવું તે માનવભવની વ્યર્થતા છે. ગૃહસ્થને પુત્રાદિમાં આસક્તિ ધર્મસાધનામાં રૂકાવટ છે. તેમ ત્યાગીને શિષ્યાદિ પરિવારની આસક્તિ વિકલ્પ પેદા કરે તો તે અધ્યાત્મમાર્ગમાં બાધક છે. અધ્યાત્મમાર્ગનું પ્રયોજન સાધકને સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ છે. જગતના દશ્ય પદાર્થ સાથે એક બનવાનું નથી.
જીવ અનાદિકાળથી એષણા, સંજ્ઞાના કષાયના ભાવોમાં રહ્યો છે, એ સર્વ પુદ્ગલજનિત ભાવો છે. આવા ભાવોવાળા જીવો પરાધીન છે. સંજ્ઞાદિમાં મોહનીય કર્મની મુખ્યતા છે. એષણારહિત સાધુજનો શુદ્ધ ચારિત્ર પાળી શકે છે. તેમને પણ આ ત્રણે એષણાઓ બાધક છે. વાસ્તવમાં એષણાઓ કર્મજનિત છે. યશનામ કર્મ / સૌભાગ્ય નામકર્મનો ઉદય છે તેમાં રાચવાનું શું હોય?
ચાર કષાયઃ ક્રોધ, માન, માયા, લોભ.
આ ચાર કષાયો જગજાહેર છે. જીવન સાથે ઓતપ્રોત થઈ ગયા છે. જીવને તે શત્રુરૂપ જણાતા નથી. એ ચારે મિથ્યાત્વના પોષક છે. દરેક કષાય પોતાનો બચાવ કરીને દીર્ઘકાળ સુધી જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. સંસારી જીવને એ ચારેનો બળવાન ઘેરાવો છે.
આ ચારે કષાયોએ ભલભલા મુનિઓને પણ થાપ ખવડાવી છે. ક્રોધે તપસ્વીને લૂંટી લીધા છે. માને મુનિના જ્ઞાનને તિરોહિત કર્યું છે. માયાએ સાધુજનોનાં તપાદિમાં પગપેસારો કર્યો છે. લોભે તો ધ્યાનાદિક વડે લબ્ધિમાં મુનિઓને ચલિત કર્યા છે.
કહો હવે સંસારી કે જે ભોગાદિમાં રચ્યોપચ્યો છે, તેનું શું થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org