________________
૬૦
સ્વરૂપસાધનાનાં સોપાન દેવી તે મહા સાધના છે. અન્ય જીવોને સુખી કરવા કે દુઃખ ન આપવું તે નિમિત્તરૂપ છે. પરંતુ સ્વયં સમભાવમાં રહેવું તે બ્રહ્મભાવ ઉત્પન્ન થવામાં સહાયક છે. જ્યાં સુધી સંસારના પદાર્થોની ભોગાસક્તિ ન ઘટે ત્યાં સુધી સાધનામાં શ્રેષ્ઠ પુરુષાર્થ ઊપડતો નથી.
ધર્મસાધના કરનારે આ ત્રણ ગારવ, ચાર એષણા. ચાર કષાય અને ચાર સંજ્ઞાઓની ઉપેક્ષા કરવાની છે. તેને દેશવટો દેવાનો છે ત્યારે સમ્યગ્ દૃષ્ટિની પાત્રતા થાય છે. એ દૂષણોને કાઢીને અવિકારી બનવાનું છે.
ત્રણ ગારવ: ૧. રસગારવ, ૨. શાતાગારવ, ૩. રિદ્ધિગારવ. રસગારવ = પદાર્થોમાં ભોગવૃત્તિ તે રસગારવ. શાતાગારવ = શરીરની સુખશીલતાનું પોષણ.
રિદ્ધિગારવ = ઉપરના બંનેના પોષણ માટે સંપત્તિ ભેગી કરવાની લાલસા.
પ્રાપ્ત ભોગ્ય પદાર્થોની આસક્તિ, તે પુનઃ પુનઃ મેળવવાની લાલસામાં રસગારવતાની તાકાત છે. તે પદાર્થો ભોગવવામાં શરીરની શાતાનું વેદન જરૂરી બને છે. શાતાગારવમાં અશાતામાં પદાર્થો ભોગવવાની ઇચ્છા થતાં રૂકાવટ થાય છે. તેથી અશાતાને દૂર કરવાની વારંવાર વૃત્તિ ઊઠે છે. રસગારવમાં ઇચ્છા મુખ્ય છે. શાતાગારવમાં વેદન મુખ્ય છે. રસગારવ અને શાતાગારવના પોષણ માટે પરિગ્રહ કરવો પડે છે. તે પરિગ્રહમાં તે રિદ્ધિગારવ છે. આ ત્રણ ગારવ દૂષણ છે. ભોગી કે ત્યાગી સૌને ધર્મ સાધનામાં બાધક છે.
ત્રણ એષણા : લોકેષણા, વિરેષણા, પુત્રેષણા (શિષ્યાદિ) લોકેષણાઃ લોકમાં પ્રશંસા પામવાની એષણા = લોલુપતા. વિતેષણા: ઘણું ધન-સામગ્રી ભેગી કરવાની એષણા = લોલુપતા. પુત્રેષણા: સંતાનપ્રાપ્તિ માટે નિરંતર લોલુપતા. આ ત્રણ એષણા લાલસા ત્યાગી ભોગી સૌને બાધક છે.
૧. લોકેષણા : ભોગી જેમ લોકપ્રશંસા – માન – સત્કાર ઇચ્છે છે તેમ જો જ્ઞાનરહિત ત્યાગ હોય તો ત્યાગી પણ લોકેષણામાં મૂંઝાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org