________________
४८
સ્વરૂપસાધનાનાં સોપાન અને બહારમાં આસક્તિ તે રાગ. બહારથી ભોગસામગ્રીનો ત્યાગ, સાંસારિક સંબંધોનો ત્યાગ, અંતરમાં નિર્મમત્વ. અનાસક્તિ, તે વિરાગ છે.
સમ્યગુદૃષ્ટિ થવાથી મોહ અને મોહજનિત અવસ્થાઓનો અજ્ઞાનનો નાશ થાય છે, ચારિત્રાચાર વડે આવરણ દૂર કરવાનું શક્ય થાય છે.
શરીરને કશાની ઊણપ નથી જે કંઈ તોફાન છે તે મનનું છે
પરભાવમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની મુખ્યતા થઈ જાય છે. આર્તધ્યાનથી ક્લેશ ઉદ્વેગ થાય છે. ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના સંયોગમાં જીવ આર્તધ્યાન કરી, તિર્યંચગતિમાં જાય છે. રૌદ્રધ્યાની અન્યનો ઘાત કરી, અસત્ય બોલીને, અન્યનું ચોરી લઈને, પરિગ્રહની અતિમૂછ કરીને, પાછો આનંદ માને છે. અને અધોગતિ પામે છે.
આર્ત-રૌદ્ર ધ્યાનથી સ્વરૂપનો અનાદર થાય છે તે મહા અપરાધ છે. માટે જાગૃતિપૂર્વક જીવો તો અમરતત્ત્વ પામશો.
જ્યાં દેહ જ પર છે ત્યાં વસ્તુમાં ઈષ્ટ અને અનિષ્ટપણું શું ? વાસ્તવિક અપરિગ્રહી દેહની મૂર્છાથી થવું જોઈએ. આત્માને ભોગ સામગ્રી સાથે સંબંધ મમત્વનો છે. દેહ સાચવીને તપ-જપ આદિ કરીએ તો તે અજ્ઞાન અને મોહપૂર્વક છે, તેનાથી નિર્જરા ન થાય. દેહનું હોવું તે આત્મા પર ઘાતકર્મની મોપ્રકૃતિનું આવરણ છે. દેહનું મમત્વ છૂટે ઇન્દ્રિયો અને મન અંતર્મુખ થાય છે. આપણે આપણું અને અન્યનું મૂલ્યાંકન દેહ અને પૌદ્ગલિક પદાર્થો વડે કરીએ છીએ, જે અજ્ઞાન છે, મિથ્યાભાવ છે. તે જીવને બંધનકર્તા છે.
ચક્રવર્તી અને ભિખારીને ભાવ કરવા માટે મન તો સરખું જ મળ્યું છે. જ્યારે ભોગ સામગ્રીમાં ફેર છે. એકને પુણ્યથી ઉત્તમ સામગ્રી મળી છે. બીજાને પાપથી સામગ્રીનો અભાવ છે. ચક્રવર્તીની ઉત્તમ સામગ્રી છતાં દેવ-ઇન્દ્રની સામગ્રી આગળ કંઈ વિસાત નથી. છતાં એ બધું જ કર્મનું ફળ છે.
આત્માનો વિચાર કરવા માટે માનવદેહમાં વિચારશક્તિ મળી છે. આરંભ સમારંભ કરી, માલમિલકત વધારી તેની મૂછ વડે અધમગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org