________________
' ૩. સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
સાધનાથી સાધ્યની સિદ્ધિ છે. ગારવ, એષણા, સંજ્ઞાનો ત્યાગ. અહિંસા, દયા, પરોપકારાદિનું સ્થાન.
સાધના એટલે દૃષ્ટિને દ્રષ્ટામાં સ્થાપવાનું પ્રયોજન, ધર્મક્રિયા સાધના દ્વારા અમૃતક્રિયા બને છે. જે ઈષ્ટ ફળની / શિવફળની પ્રાપ્તિ કરે છે. સ્વરૂપનું લક્ષ્ય થવા પ્રથમ અવલંબન યુક્ત સાધના છે. સાધ્યની સમીપ પહોંચતાં સાધન ગૌણ બને છે. સાધના સૂક્ષ્મ બને છે. અંતે નિરાવલંબન થઈ જીવ શિવત્વને પામે છે.
આપણે મતિ અને શ્રુતજ્ઞાન ધરાવીએ છીએ. એ જ્ઞાનનો સમ્યગુ ઉપયોગ કરીને કર્તાભોક્તા ભાવથી મુક્ત થવું તે સાધના છે.
જગતના જીવો મહદ્અંશે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગની ભયંકરતા વચ્ચે જીવે છે. વળી પુણ્ય અને પાપના બંધ ઉદય ચાલે છે. અધ્યાત્મ સાધકે મિથ્યાત્વ ત્યજી સમ્યગુ બનવાનું છે. અવિરતિમાંથી વિરતિમાં આવવાનું છે. કષાયની મંદતા કરવાની છે. વારંવાર આ અભ્યાસ કરી વીતરાગતા કેળવવાની છે. અને પોતાના સ્વરૂપને નિરાવરણ બનાવવાનું છે. નિરાવરણ થવાથી યોગાશ્રવ ત્રણ સમય પૂરતો રહે છે. જે નિર્વાણ થતા સમાપ્ત થાય છે. અર્થાત્ યોગ નિરોધ થઈ જીવ નિર્વાણ પામે છે.
મિથ્યાત્વાદિભાવો ઉપાધિ છે. ઉપાધિ એટલે પોતાના અસ્તિત્વને ન જાણે અને પરના અસ્તિત્વને જાણવા જિંદગી ગાળે તે ઉપાધિ છે. જે પોતાના અસ્તિત્વનું ભાન રાખે અને પરના અસ્તિત્વનું ભાન ન રાખે તેને ઉપાધિ નથી, સમાધિ છે.
- જ્ઞાનનો મહિમા શેયથી ન આંકો. જ્ઞાનનું માહાસ્ય આનંદના વેદનના સંબંધથી છે. આનંદના વેદન સમયે શેયાકારો ખતમ થઈ જાય છે. માટે આનંદ વેદન માટે નિર્વિકલ્પતાની પ્રાપ્તિ કરવાની છે. જ્ઞાન સ્વયં આનંદયુક્ત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org