________________
સ્વરૂપસાધનાનાં સોપાન
વ્યવહારધર્મોનું પાલન થશે. શરીર એ આત્મા નથી, કેવળ એમ જ માનશો તો હિંસા, ક્રૂરતા, નિર્દયતા આવશે, અર્થાત્ દેહધારી આત્માયુક્ત સજીવ છે, તેમ માનવું.
હું આત્મા છું. આનંદસ્વરૂપ છું. માટે મારાથી દુઃખી થવાય નહિ તેમ અન્ય જીવોને દુઃખી કરાય નહિ. આ છે જીવમાત્ર પ્રત્યેનું પ્રેમ સ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, પરભાવ ત્યજવા માટેની આ ચાવી છે.
મતિજ્ઞાનનો ઉપયોગ આત્માના પ્રદેશોમાંથી ઉત્પન્ન થાય છે એથી સમજાય છે કે મતિજ્ઞાનના ધારક સમસ્ત દેહધારી જીવ હોય. કેવળજ્ઞાની દેહરહિત સિદ્ધ અને દેહસહિત અરિહંત ભગવંત છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જોડિયા બંધુ છે, પરંતુ એકેન્દ્રિય જીવને તે ઉભય જ્ઞાન વિકસિત ન હોય. છતાં શબ્દ – અવાજના તરંગો એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય દ્વારા અસર કરે છે. જોકે અવાજનો સ્પષ્ટ સંબંધ કર્મેન્દ્રિય સાથે છે.
રોગ એ દેહજનિત છે. તે ઔષધની જેમ મંત્ર, ધ્યાન, સંગીત જેવા નિમિત્તોથી મટી શકે છે. વાસ્તવમાં એકાગ્ર થવા માટે પણ સંગીત કે ચિત્રકળા જેવાં સાધનો ઉપયોગી થાય છે. તેવા પ્રકારોમાં એકાગ્ર થવાય ત્યારે કર્ણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય દ્વારા મતિજ્ઞાનનો ઉપયોગ ચાલુ હોય છે.
પાપનો બંધ જીવ પોતાની જ અજ્ઞાનદશાથી કરે છે. અનંતાનુબંધી, કષાયના ઉદયમાં પાપનો અને પુણ્યનો ઉદય અનંતાનુબંધી કષાયનો બંધ પડાવે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય ત્યારે પણ ઉભય બંધ મિથ્યાત્વ મોહનીયના થાય. મિથ્યાત્વ મોહનીય પાપને વિકસાવે અને પુણ્યને ગળી જાય. જે જે કર્મના બંધ થાય તે સત્તામાં જાય. અને કર્મવિપાક થતા તે સત્તામાં પડેલા કર્મો ઉદયમાં આવે. સાધકની સાધના સમ્યગુશ્રદ્ધા સહિત છે, તો સકામ નિર્જરા થાય જેથી પુનઃ તેવા કર્મબંધનું નિર્માણ ન થાય. માટે સાધકે શુદ્ધનું લક્ષ્ય કરવું. કેવળી ભગવંતનો ઉપયોગ શુદ્ધ છે. પરંતુ અઘાતી કર્મના યોગે આત્મ પ્રદેશો આવરિત છે. સિદ્ધ પરમાત્માનો ઉપયોગ શુદ્ધ અને આત્મપ્રદેશો પણ શુદ્ધ છે. અરિહંતને ઉપયોગ મુક્તિ છે, સિદ્ધ દશા થતાં પ્રદેશમુક્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org