________________
પર
સ્વરૂપસાધનાનાં સોપાન
પુર્દૂગલાસ્તિકાય દ્રવ્ય મુખ્યત્વે આઠ વર્ગણામાં વહેંચાય છે. ૧. ઔદારિક શરી૨, ૨. વૈક્રિય શરી૨, ૩. આહારક શ૨ી૨, ૪, તેજસ શરીર, ૫. કાર્યણ શરીર, ૬. ભાષા વર્ગણા, ૭. શ્વાસોચ્છ્વાસ વર્ગણા, ૮. મનો વર્ગણા. કાર્પણ વર્ગણા કર્મની આઠ પ્રકૃતિમાં વહેંચાય છે. જીવના બે ભાવ છે : શુદ્ધ અને અશુદ્ધ. પુદ્ગલને શુદ્ધ કે અશુદ્ઘનો કોઈ ફરક પડતો નથી. જીવના વિભાવથી પુદ્ગલ દ્રવ્ય આત્મ પ્રદેશો સાથે સ્પર્શ, ૨સ, ગંધ, વર્ણ અને શબ્દરૂપે ચોંટે છે. તેમાં પુદ્ગલને કંઈ અહિત નથી. તેનાથી જીવનું અહિત છે, કારણ કે જીવનું વેદન સત્-ચિત્ત-આનંદ છે, તે પુદ્ગલના સંયોગે વેદી શકતો નથી. તે જીવનું બંધન છે. બંધરહિત થવું તે ધર્મનું પ્રયોજન છે.
સત્-ચિત્-આનંદ સ્વરૂપ સ્વયં સ્વ-ભાવમાં રહેલ છે, પરંતુ જીવ તેને પુદ્ગલના બનેલા ભોગ્ય પદાર્થોમાં શોધે છે, આ પરભાવ વિપર્યાસ બુદ્ધિ છે, અજ્ઞાન છે, મૂઢતા છે. જેમ અરીસામાં આપણા શરીરનું પ્રતિબિંબ જોઈને આપણને આભાસ પેદા થાય છે. તેમ સ્વરૂપનું પ્રતિબિંબ પુગલમાં પાડીને દેહાત્મબુદ્ધિ થાય છે. ખરેખર તો આત્માના વર્તમાન ઉપયોગ વડે સચિત્-આનંદને જોવાનો છે. ૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે મોહરૂપ છે તેથી વિરામ પામવાનું છે.
આપણા ભાવો પ્રમાણે પુદ્ગલ દ્રવ્યના બનેલા સ્કંધો દેહની સેવામાં હાજર રહે છે. ૫૨ દ્રવ્યના નિમિત્તથી મળેલા સુખદુઃખથી વિરક્ત થાય તો આત્મ સુખ પ્રાપ્ત થાય. દુઃખથી મુક્ત થવાનો ઇલાજ ૫૨ દ્રવ્ય નૈમિત્તિક સુખનો ત્યાગ કરવામાં છે. નૈમિત્તિક એટલે નિમિત્તથી થતું કાર્ય, પરિણામ. ૦ ૫૨ દ્રવ્ય નૈમિત્તિક સુખ જે દુઃખનું મૂળ છે.
૦ ૫૨ દ્રવ્યના સંબંધનો તદ્દન અભાવ તે આત્માનું સ્વાભાવિક સુખ છે.
દુઃખમાં સત્યતા, સુંદરતા, નિત્યતા; પ્રસન્નતાની બુદ્ધિ થતી નથી કારણ કે જીવને દુઃખ ગમતું નથી. જ્યારે સત્ય સુખમાં સુંદરતા, નિત્યતા પ્રસન્નતાનો અનુભવ થાય છે. આત્માના પોતાના ગુણો છે જે મૌલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org