________________
પરભાવોની ઉત્પત્તિનું કારણઃ “હું દેહ છું.”
૫૧ પરિભ્રમણ એ દુઃખરૂપ છે, વળી રૂપાંતરણ, ઉત્પાદ-વ્યય તે પણ દુઃખરૂપ છે. કારણ કે જીવને દેહ સાથે ક્ષીરનીર સંબંધ છે, એટલે તે નિમિત્તે પરક્ષેત્રરૂપ ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સ્થાનાંતર થયા કરે છે. માટે પૌગલિક પદાર્થની કામના, વાસના, આસક્તિ ત્યજી નિષ્કામભાવ કેળવવો. અસંગતા ટકાવવી તો દુઃખ ટળે.
સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચિત છે, ઉત્પાદ સાથે વ્યય નિશ્ચિત છે માટે આત્મનિરીક્ષણ કરવું કે આત્મા કેટલો નિર્લેપ રહે છે. નિર્લેપતા વગર જીવ નિઃસંગ બનતો નથી. ભોગભાવથી કર્મનું સર્જન થાય છે. પગલાશ્રિત ભાવોથી જીવનું સ્વરૂપ આવરાય છે. છતાં જીવના સ્વરૂપનો અભાવ થતો નથી. પુગલ દ્રવ્યને આવરણ થતું નથી. તેના પરમાણુ સ્કંધનો ભેદ – સંઘાત (છૂટા પડવું જોડાવું) થાય છે. સંયોગ-વિયોગ, થાય છે. જો પુદ્ગલને આવરણ થાય તો મૌલિકતામાં પરિવર્તન થાય. પણ પુદ્ગલના સ્પર્શાદિ ભાવો તો ઊભા રહે છે. જ્યારે આત્મા આવરણને કારણે અરૂપીમાંથી રૂપી બને છે. મનુષ્ય, તિર્યંચાદિપણું પામે છે. દેહ અને જીવનો સંબંધ ભિન્નભિન્ન છે, તે પારમાર્થિક નથી. આત્માને માટે સ્પર્શાદિ પરપર્યાય છે. દર્શનજ્ઞાન સ્વપર્યાય છે.
પુદ્ગલના સંગ માત્રથી જીવ રખડતો નથી. કેવળી ભગવંતો દેહધારી હોય છે પણ મોહભાવ ન હોવાથી મુક્ત થઈ જાય છે. સંસારી જીવ પુદ્ગલના નિમિત્તે સ્વયં મોહરૂપે પરિણમી સંસારમાં રખડે છે.
મલ: અનંતાનુબંધીના કષાયોના મલદોષને ટાળવા નિષ્કામ કર્મયોગ છે.
વિક્ષેપ: મનની ચંચળતા, તે ટાળવા માટે ઉત્તમ તત્ત્વની ઉપાસના કરવાની છે.
અજ્ઞાન: વિપરીત જ્ઞાનને ટાળવા અને સ્વરૂપ ધર્મને પામવા માટે જ્ઞાનયોગ છે.
કર્મ યોગમાં લેવાની, વૈયાવચ્ચની પ્રધાનતા છે, ઉપાસનામાં પરમાત્વ તત્ત્વની પ્રધાનતા છે, જ્ઞાનમાર્ગમાં સ્વરૂપનું લક્ષ્ય મુખ્ય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org