________________
પરભાવોની ઉત્પત્તિનું કારણ : ‘હું દેહ છું.’
પામવા માનવદેહ મળ્યો નથી. જે માનવ માલમિલકત ગણ્યા કરે છે તેને લોભપ્રકૃતિ બંધાય છે. જીવ જેટલે અંશે નિરારંભી નિષ્પરિગ્રહી બને તેટલે અંશે નિષ્કષાય ભાવનું સેવન થાય તે ભલે જૈન કે જૈનેતર હોય. તે સમ્યક્ત્વની ભૂમિકામાં આવે છે. સ્વયંભૂરમણ સમુદ્રનાં માછલાં સમ્યક્ત્વ ધરાવે છે, અને જૈનેતરને સમ્યક્ત્વ ના હોય ! જે તત્ત્વના યથાર્થ નિર્ણયમાં આવે, શુદ્ધાત્માને ધ્યાવે તે સમ્યક્ત્વ પામી મુક્તિ પામે ! ૦ થાય તે કર્મ પુદ્ગલની સ્વાભાવિક ક્રિયા.
૦ કચય તે કર્મ: જીવની ઇરાદાપૂર્વકની ક્રિયા.
૪૯
ધર્મ અને મોક્ષ એકાંતે આત્મા માટે છે. અર્થ અને કામ એકાંતે દૈહિક છે. માટે વિષયથી – પ્રવૃત્તિથી મુક્ત થવું, તો કષાય ઘટે, અર્થકામની પ્રવૃત્તિથી દેહભાવ વિષયભાવ થયા વગર રહે નહિ. અને તેથી જીવ કર્મથી બંધાયેલો રહેશે. દુઃખ પામશે.
અતિ ક્રોધ કરવાથી જ્ઞાનગુણ વિસ્તૃત થાય છે. નવી ચિંતનશક્તિ થાય નહિ. ચિંતન-મનન સ્વસ્થ ચિત્તથી થઈ શકે. ક્રોધથી થયેલી ગરમ આકુળ અવસ્થામાં શાંતિ નષ્ટ થઈ જાય છે. અવિવેક થતાં જ્ઞાનશક્તિ ૫૨ આવરણ આવે છે. ત્યારે જીવ સ્વરૂપનો કે ૫૨ પદાર્થોનો યથાર્થ વિચારી કરી શકતો નથી. એથી અભાન અવસ્થામાં દોષો વધતા જાય છે. વળી ક્રોધ કરનાર સામે આપણે ક્રોધ નથી કરતા પણ સમભાવે સહન કરીએ, તો આપણી વિવેકશક્તિ વધે છે. સામા માણસને નીચો ગણવો તે આપણી સત્તા કે શક્તિ નથી. તેને ક્રોધ થવો તે તેની સત્તા છે. આપણે સામે ક્રોધ ન કરવો તે આપણી સત્તા-શક્તિ છે. આપણે ક્રોધ ન કરવો. દોષ ન સેવવા તે આપણો સિદ્ધાંત છે. વળી આપણી શાંત સ્વસ્થ અવસ્થા જોઈ અન્ય શાંતિ મેળવી શકશે.
તીર્થંકર પરમાત્માએ સાધક અવસ્થા, દીક્ષાકાળમાં સર્વ દોષો ટાળવાનો પુરુષાર્થ કર્યો હતો, ગમે તે સંયોગોમાં દોષોનું સેવન ન થાય. ભગવાન મહાવી૨ ચંડકૌશિક સર્પ સામે, તેના વિષદષ્ટિ ભરેલા ફૂંફાડા સામે લેશ માત્ર પણ રોષ ન કરતા, કરુણા જ વ૨સાવી, તેમની શાંત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International