________________
૫૦
સ્વરૂપસાધનાનાં સોપાન અવસ્થાથી સર્પ બોધ પામે છે. સંગમથી થયેલા ઉપસર્ગ સમયે પણ લેશ માત્ર રોષ ન કર્યો. તે અભવિ રાંક જીવ દુઃખ પામશે તેમ જાણી આંખમાં આંસુ આવ્યાં.
૯ પુદ્ગલનું દૃશ્ય જગત શું છે ?
પુગલના બનેલા સાધનોમાં સુખબુદ્ધિ કરવી તેમાં ભયંકર પાપનો બંધ છે. વળી પાપ અને અશાતાના ઉદયમાં અન્યને દોષરૂપ માનવા તે નાસ્તિકતા અથવા મિથ્યાત્વ છે. જે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કરે તે વર્તમાનને ગુમાવે છે, તે મિથ્યાત્વ છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દેહભાવે વિચારણા કરવી તે નાસ્તિકતા છે. સ્વદ્રવ્યાદિ વિચારણા આસ્તિક્ય છે.
સંસારી જીવને ક્ષયોપશમભાવ – ઔદયિક ભાવનું વદન દેશ (અલ્પ) - ભેદે છે. કેવળી ભગવંત અને સિદ્ધ ભગવંતને આત્માનું વેદન સર્વભેદે ક્ષાયિક ભાવે અભેદ અવસ્થાએ છે. કર્મજાનત સર્વ ભાવો દેશ ભેદે હોય. અને કર્મરહિત સર્વ ભાવો ભેદરહિત અભેદ હોય.
પુગલના નિમિત્તથી જીવમાં ત્રણ ગુણો હોય છે. તમસ, રજસ, સત્વ, ક્રોધાદિ ભાવ, ભોગવિલાસ, વિકાર, રૌદ્રધ્યાન એ તમસ ભાવ છે. રાજસ ભાવને દબાવે તે તમસ, સુધારે તે સાત્ત્વિક ભાવ કહેવાય. સાત્ત્વિક ભાવ જો નિષ્કામભાવે હોય તો તે શુદ્ધ સાત્ત્વિક ભાવ કહેવાય. તમસ-રાજસ ભાવ એકાંતે સકામ - મિથ્યાભાવ છે. નિષ્કામ - નિર્દોષભાવ રાખવો. જીવો સાથે નિર્લેપભાવ કેળવવો.
પુદ્ગલ દ્વૈત (ભેદ) તત્ત્વ છે. તેમાં નિરંતર ઉત્પાદ-વ્યય થયા કરે . છે. અન્ય પદાર્થો સાથે સંયોગ-વિયોગ, સ્થળાંતર, રૂપાંતર થવું તે પુદ્ગલની અનિત્યતા છે. જીવને દેહ છે ત્યાં સુધી અન્ય દ્રવ્યના ટેકાની જરૂર પડે છે. છતાં એવો ટેકો ન મળે તો સાધક મરવા ન પડે. તેવી અસંગતા કેળવવી. જે બદલાઈ જાય કે જેને બદલવું પડે તે અસત્ છે. પુગલ દ્રવ્ય સંયોગથી ઉત્પન્ન થાય છે, આત્મા સ્વયંભૂ છે. અસંગ છે. જેમાં સ્થાનાંતર કે રૂપાંતર નથી. વાસ્તવમાં જીવને સંયોગ-વિયોગરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org