________________
૪૪
સ્વરૂપસાધનાનાં સોપાન
જીવના બે ભાવ છે શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધમાં ભેદ નથી. અશુદ્ધમાં શુભ અશુભ બે ભેદ છે. અશુભને ટાળવા શુભ ભાવ એ માધ્યમ છે. તે શુદ્ધ ભાવના દ્વાર સુધી લઈ જાય છે. શુભ ભાવ અશુભ એટલા માટે છે કે તે ઘાતકર્મના આવરણ સહિત હોય છે.
• શુભ ભાવ માટે શુભ ભાવ લૌકિક ક્ષેત્રે હોય. ૯ શુદ્ધ ભાવ માટે શુભ ભાવ લોકોત્તર ક્ષેત્ર હોય.
અશુભ વિચારને શુભ વિચારથી ટાળવો એ મનોગુપ્તિનો પ્રકાર છે. વળી શુભ વિચાર એ સમયકૃત્ત્વ પ્રાપ્ત કરવાનું સંધિસ્થાન છે. મંતવ્ય, નિરીક્ષણ, અભિપ્રાય, લક્ષ્ય, ચારેનો શુભ ભાવે સમ્યકતત્ત્વ સાથે સંબંધ છે. અને સંસાર ભાવે મિથ્યાત્વ સાથે સંબંધ છે.
મંતવ્ય: ભગવાને કહ્યું તે માનવું. નિરીક્ષણ : જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ જોવું. અભિપ્રાય : ભગવાને કહ્યું તે પ્રમાણે માનવું. લક્ષ્યઃ માત્ર મોક્ષ અભિલાષ.
આ ભાવો સમયકૃત્વ સાથે સંબંધ ધરાવે છે. આ પ્રકારો વિપરીતરૂપે પરિણમે તો સ્વચ્છંદ આવે, એવા સંસારભાવે મિથ્યાત્વ ગાઢ થાય.
જગત કતભોક્તા ભાવની દૃષ્ટિએ અનિત્ય, અસાર, અપૂર્ણ છે. ૯ ગત જ્ઞાતા દ્રષ્ય ભાવની અપેક્ષાએ નિત્ય, સારરૂપ, પૂર્ણ છે. વાસ્તવિકપણે આત્માના ઉપયોગમાં જગત દશ્ય છે.
પુદ્ગલ દ્રવ્યની દૃષ્ટિએ જગતમાત્ર વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ યુક્તિ છે.
કર્તાભોક્તાભાવની દૃષ્ટિએ જગત કર્તાભોક્તા ભાવે જણાય છે.
પુદ્ગલનું એક પરમાણુ અવિભાજ્ય અંશ છે. તેમાં તેનું અખંડપણું અપેક્ષાએ છે. પરંતુ ત્રણે કાળ પરમાણુને અખંડપણે જાણી શકાય તે સર્વજ્ઞદષ્ટિ છે. દ્રવ્ય જાત્યાંતર થતું નથી તે તેનું અખંડપણું છે. આત્મા પોતાના ગુણોને એકસાથે એકસમયે ભોગવી ન શકે તે ખંડિતપણું છે. સત્તાગત ગુણોમાં હાનિવૃદ્ધિ ન થાય તે અખંડદશા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org