________________
૩૫
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.'
સંસારમાં સુખ સમૃદ્ધિ વડે સમજાવાય છે. સમજાય છે.
જેને શ્રેષ્ઠ તત્ત્વને અપનાવવાની ભાવના હોય તેણે પ્રથમ સરળતાનિષ્કપટભાવ કેળવવો. મોહની પ્રબળતાથી કપટભાવ થાય છે. બાહ્ય વસ્તુમાં આકારાદિ ભેદ ભલે હો પણ દષ્ટિમાં ભેદ ન હોવા જોઈએ. દૃષ્ટિભેદ થવો તે પરભાવ છે.
૦ સજ્જનની સંગત કરી ગુણગ્રાહી થવું. ૦ દુર્જનનો યોગ થાય તો અનુકંપા લાવી માધ્યસ્થ થવું.
પરમાત્માનો ભક્તિ-યોગ થતાં તેમાં ઝૂકી જવું. વિનયી થઈ નબળાઈ દૂર કરવી. કોઈનો પણ અપલાપ ન કરવો. આ જગતમાં જીવને મૌલિક ભેદરૂપ પદાર્થ હોય તો તે પુદ્ગલ છે. ઉપચરિતપણે તે નૈમિત્તિક જીવને લાગુ પડે છે શુદ્ધાત્માને લાગુ પડતો નથી. પુદ્ગલ સાપેક્ષ જીવને વિકારવિભાવ આવે. પારમાર્થિકપણે સ્વભાવ નિરપેક્ષ છે. ત્યાં સુખદુઃખની અસર નથી. પુગલમાં સુખબુદ્ધિ આવે વિભાવ કહેવાય. પુદ્ગલ આત્માના પ્રદેશોને આવરણ કરે ત્યાં અશુદ્ધ કહેવાય. જીવને હજી બહારથી કંઈ મેળવવું છે ત્યાં અપૂર્ણતા છે. પુદ્ગલના સંગે સંગી છે.
સ્વસ્પર ભેદ સમજાય અને વિવેક આવે અપૂર્ણ દશા હોવા છતાં પૂર્ણ બનવાની સાધના થશે. દેહના સુખની ઇચ્છા હશે તો અપૂર્ણ છો અને અપૂર્ણ રહેશો, તેની નિશાની છે. મારે પૂર્ણતા પામવી છે એ આત્માનું સ્વરૂપ છે. તેવું લક્ષ્ય કરી વ્યવહાર ધર્મ પણ તેવો કરવો.
પરક્ષેત્રે રહેલા પૌદ્ગલિક સ્કંધો દેહ સાથે સંબંધ ધરાવે છે. ત્યારે ભોગરૂપ બને છે. ઉપયોગ જીવનો અને ભોગ્ય પદાર્થનું મિલન તે ભોગ છે. આત્માનું સુખ સ્વક્ષેત્રે છે, સ્વાધીન છે. આત્માના સુખનું વેદના એક વાર થાય તો તેનું વિસ્મરણ ન થાય. આવરણ આવે, પણ જો એ વેદનનું સાતત્ય રહે તો ક્ષાવિક ભાવ પ્રગટે.
• શરીરી હોવું તે દુઃખનું મૂળ છે. ૭ અશરીરી હોવું તે સુખ જ છે. આત્મા અને સુખ અભેદ છે, સુખનું પાત્ર પુદ્ગલ નથી આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org