________________
૩૮
સ્વરૂપસાધનાનાં સોપાન નથી. એ કર્તાપણું કૃત્રિમ છે. સહજભાવે સ્વરૂપનો કર્તા છે.
સયોગીદશાયુક્ત કેવળી પૂર્વ કર્મકૃત અઘાતી કર્મના કર્તા છે. તેમાં સંકલ્પરૂપ કતપણું નથી. કેવળી જ્ઞાનના સ્વરૂપનું જ વેદન છે. આથી આત્માનું કર્તાપણું ઉપચરિત છે. કર્તા હોય ત્યાં કિયા હોય. ક્રિયા હોય ત્યાં પરિણામ હોય. આથી આત્મા સ્વભાવે કર્મ-ક્રિયારહિત છે.
જીવ અને પુદ્ગલને નિમિત્ત નૈમિત્તિક સંબંધની અસર છે, તેમાં સંયોગવિયોગ હોય છે. જીવના નૈમિત્તિકથી પુદ્ગલમાં કંઈ મલિનતા આવતી નથી. કારણ કે જડ છે. જોકે ચેતનાની વિભાવદશાથી કાર્મણવર્ગણાનો પ્રદેશ સંબંધ થઈ પ્રકૃતિ આદિ રૂપે પરિણમે છે. છતાં તે જડ હોવાથી તેને કોઈ વેદન નથી. પુદ્ગલ નિમિત્ત જીવમાં મલિનતા આવે છે, તે જીવને આવરણરૂપ થાય છે. જીવમાં ચેતનપણું હોવાથી તે અસર ઊપજે છે. આધિ, વ્યાધિ, ઉપાધિનો ભોક્તા થાય છે.
આધિ = મનમાં ક્લેશ, ઉદ્વેગ, સંતાપ. વ્યાધિ = દેહમાં રોગાદિ. ઉપાધિ = સંયોગ-વિયોગની પ્રતિકૂળતા.
સમાધિ = જ્યાં ક્લેશ ઉગ કે સંતાપ નથી. અજ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે. વિશ્વના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજી સર્વ પ્રત્યે સમાધાનથી જીવવું.
દૃષ્ટિ જીવ માત્રમાં છે, કારણ કે ચેતનતત્ત્વ છે. તેમાં વીતરાગદષ્ટિ નિત્ય છે. અને રાગદષ્ટિ અનિત્ય છે. પૌગલિક પદાર્થો ઉપર જેવા ભાવથી દષ્ટિ ફેંકાય છે, તેવી સૃષ્ટિ જણાય છે. એ દૃષ્ટિવાદ બને છે.
પુદ્ગલ દ્રવ્યની વ્યવસ્થામાં યંત્ર, મંત્ર અને તંત્ર છે. યંત્ર = કોઈ પુદ્ગલનો સ્કંધ, જડ પદાર્થો. મંત્ર = કોઈ પણ પદાર્થની પ્રશંસા કરવી ઈષ્ટ માને, તંત્ર = કોઈ પણ પદાર્થને બનાવવાની સામગ્રી રક્ષણ, વ્યવસ્થા વગેરે. મંત્ર દ્વારા યંત્ર અને તંત્રનો સંબંધ થાય છે. આ સર્વે કાળ સાપેક્ષ છે.
પુદ્ગલ સાથેનો બાહ્ય સંબંધ આદિ દશા ટળે છે. મોહદશા ટળે છે, એ વ્યવહારષ્ટિ છે. આત્માની પોતાની શક્તિ પુદ્ગલ દ્રવ્યને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org