________________
૩૧
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.” વિહરમાન તીર્થકર કથંચિત અશાતાને વેદે પણ મોહભાવને ન વેદે. કારણ કે મોહનીય કર્મનો સર્વથા નાશ કર્યો છે.
જે મોહભાવથી અશાતા-શાતાને ન વેદે તે જ્ઞાની. • જે મોહભાવથી અશાતા-શાતાને વેદે તે અજ્ઞાની.
જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ જીવનાં લક્ષણ છે, લક્ષણ લક્ષ્યથી જુદું ન પડે. ઇન્દ્રિયાદિ દ્રવ્ય પ્રાણ જીવનાં લક્ષણ નથી. તેથી દેહાદિ જીવથી જુદા પડે છે. અને જીવ જ્ઞાન સહિત જાય છે.
જિજ્ઞાસુ હોય તે તત્ત્વવિચારણા કરે. જીવ જગત પરમાત્મા શું છે? તેનું જ્ઞાન થાય અને તે પ્રમાણે હેય-ઉપાદેયના વિવેકથી આચરણ કરે તો પોતાનામાં રહેલું જ્ઞાન પ્રગટ થાય. તે જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય. જીવ જગત અને પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રકાશિત થાય છે.
અરૂપી અદષ્ટ છે તેથી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. શ્રુતજ્ઞાન દ્વારા અરૂપી તત્ત્વો જાણી શકાય છે. પરંતુ મતિ કે શ્રત દ્વારા વેદન ન થાય. આકાશનો સ્પર્શ ઇન્દ્રિયો કરે પણ વેદન ન કરે. આગનો સ્પર્શ થાય અને વેદન પણ થાય. ધર્મ કે અધર્માસ્તિકાય સાથે ગતિ સ્થિતિનો સંબંધ છતાં વેદન નથી.
જીવ અને પુદ્ગલને અન્યોન્ય બદ્ધ સંબંધે પરિણામી દ્રવ્ય તરીકે લીધા છે. બદ્ધ સંબંધ એટલે એક ક્ષેત્રે અવગાહના થઈ. બદ્ધ સંબંધ પરિણમન છે. આત્માના જ્યાં પ્રદેશો છે ત્યાં જ્ઞાન-ચેતના છે. બંને દ્રવ્યનું પરિણમન સ્વક્ષેત્રે સ્વતંત્ર છે.
વર્તમાનકાળમાં તમે શુભભાવમાં પ્રવર્તે તો ભૂતકાળના સ્પષ્ટ અને બદ્ધ (હળવા કર્મો કર્મમાં પરિવર્તન થશે કે ખરી જશે. નિધત્ત અને નિકાચિત (ચીકણા) કર્મમાં પરિવર્તન ન થાય તોપણ તે કર્મો સમભાવથી સહન કરવાથી આત્મશક્તિ દ્વાર નાશ પામશે.
તીર્થંકર પરમાત્માને તીર્થંકર નામકર્મનો વિપાકોદય છતાં તેઓ તેમાં લેશમાત્ર કર્તાભાવ કરતા નથી અને ભોગવતા પણ નથી. પરદ્રવ્યના કે પરભાવના કર્તાભોક્તા નથી. તેમનાં પુણ્યાતિશયોના લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org