________________
૨૯
પરભાવોની ઉત્પત્તિનું કારણ : “હું દેહ છું.’ આત્મા સ્વભાવમાં આવે, અર્થાત્ સિદ્ધપણું પામે.
અરિહંત પરમાત્માનો ઉપયોગ શુદ્ધ છે. પરંતુ આત્મપ્રદેશો પુગલના સંબંધવાળા છે, એટલે પ્રદેશને દેહનો સંબંધ છે. તેટલી સિદ્ધની અપેક્ષાએ અઘાતી કર્મની મલિનતા છે. જોકે તે કર્મોનો કેવળ શુભોદય હોય છે ઘાતી કર્મોના સર્વથા નાશથી જ્ઞાન નિરાવરણ છે. આત્મપ્રદેશો અઘાતી કર્મોથી સાવરણ છે. ભાવ અરિહંત અને સિદ્ધ પરમાત્માની શાન અવસ્થા સમાન છે.
શરીર ઔદારિક આદિ પુગલોનું બને છે. તે સ્વયંભૂ નથી, પરંતુ સંયોગવાળું છે. શરીરકમની રચનામાં આત્મા નિમિત્ત છે. જો આત્મા તેમાં નિમિત્ત ન હોય તો શરીર કોઈ બનાવી આપતું નથી.
અજ્ઞાની જીવને કર્તાભોક્તા ભાવે પુદ્ગલદ્રવ્ય ઉપર આત્માની સત્તા છે, જ્યારે જ્ઞાની જનોની જ્ઞાતાદ્રષ્ટાભાવે સત્તા છે. કારણ કે આત્મા સ્વપર પ્રકાશક છે.
પગલદ્રવ્ય જડ પદાર્થ હોવાથી તેને સુખદુઃખનું વેદન નથી. એથી પુદ્ગલદ્રવ્યનું કોઈ પણ પરિણમન – કે અવસ્થામાં આત્માને કર્તાભાવ કરવાની જરૂર નથી. નિમિત્તરૂપ થવાની જરૂર નથી. કર્તાભોક્તાભાવથી જીવનું પોતાનું સ્વરૂપ આવરાયેલું રહે છે, તેથી પોતે શુદ્ધ સ્વભાવને વેદી શકતો નથી તે દુઃખજનિત છે.
જીવ માત્રમાં જ્ઞાનાદિ પાંચ ગુણો છે, તેમાં પરભાવ પુદ્ગલદ્રવ્યના ભોગ્ય પદાર્થોમાં સ્વબુદ્ધિ કરીને વિકાર પેદા કર્યો છે. તે અનાચાર છે. તેની શુદ્ધિ માટે સાધકે પાંચ આચાર પાળવાની જરૂર છે તે વડે મહાવ્રતોની શુદ્ધિ થાય છે.
દોષયુક્ત જીવન અપૂર્ણ છે, તેમાં અહમ કરવા જેવું શું છે ? જે વિકલ્પો ક્ષણિક છે તેમાં રોકાવા જેવું શું છે? કારણ કે વિકલ્પ દેશકાળ પ્રમાણે ઊઠે છે. આથી એ વિકલ્પ સર્વકાળે ટકતો નથી. સર્વ વ્યક્તિમાં સમાન નથી. માટે વિકલ્પની જાળને તોડીને વિકલ્પાતીત થવાનું છે.
આપણા કર્તાભોક્તાભાવ જે વર્તમાનમાં હોય તેમાં દૃશ્ય પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org