________________
૨૮
સ્વરૂપસાધનાનાં સોપાન
પરભાવોથી મુક્ત કેવળજ્ઞાન પરમસત્ય શુદ્ધ છે. સમ્યકત્વના ભાવો ઉપચરિત શુદ્ધ છે, સાત્ત્વિક ભાવ શુભભાવ છે. કેમ કે તે અંધકાર - અજ્ઞાનમય તમસ - રજસભાવને દબાવે છે.
પરભાવયુક્ત સંસારી જીવ સત્તાએ સિદ્ધ સ્વરૂપ છે તે ઉપચરિત સત્ય છે. કારણ કે વર્તમાનમાં તે સિદ્ધત્વને વેદતો નથી. છતાં એ ઉપચાર સદ્દભુત છે, કારણ કે સંસારી જીવ સિદ્ધપણાને મિટાવી શકતો નથી. પોતાની સ્વાભાવિકતાને મિટાવી શકાતી નથી. ઘણાં આવરણો નીચે પણ તેની સ્વાભાવિકતા ટકી રહી છે. અને યોગ્યકાળે પ્રગટ પણ થાય છે.
હું દેહ છું તે અસભુત ઉપચાર છે. કારણ કે દેહ મિટાવી શકાય છે. ત્યજી શકાય છે (નિર્વાણ). અથવા સ્વયં તે મટી જઈ પરિવર્તન પામે છે. તોપણ તે દેહ પરદ્રવ્ય છે તેથી અસદૂભુત છે.
જે પદાર્થો વિનાશી છે, તે અસત્ છે. માટે તેના પર રાગ ન કરાય, રુચિ ન કરાય, અતિશય સંગ્રહ-પરિગ્રહ ન કરાય. તેને માટે આરંભ ન કરાય એવો બોધ એ સમદષ્ટિને દ્યોતક છે. વિનાશી પદાર્થોની રુચિનો અભાવ તે સમ્યગૂ દર્શન રૂપ છે. તે પદાર્થો માટે આરંભ ન કરાય તે સમજ સમ્યગુચારિત્ર છે.
દર્શનમોહનીયના ક્ષયોપશમથી આપણા સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય છે. અને ઉદયથી સ્વરૂપ અજ્ઞાન રહે છે. સ્વરૂપનું અજ્ઞાન હોવાથી વીતરાગતા આવતી નથી. જ્ઞાનાચારના સેવન વડે સ્વરૂપના જ્ઞાનનું લક્ષ્ય કરે તો સ્વરૂપ પ્રાપ્ત કરવાની રુચિ થાય, રાગદ્વેષ ઘટે ત્યારે વૈરાગ્યની ભાવના થાય.
હિંસા-અહિંસા, અધર્મ-ધર્મ, અસત્ય-સત્ય આદિ પરભાવનો શુધ્ધાત્મા કર્તા નથી તેથી ભોક્તા નથી. પરંતુ અજ્ઞાનવશ આત્મા પરભાવોનો કર્યા હોવાથી ભોક્તા હોય છે. કેવળ શુદ્ધાત્મા તે સિદ્ધદશા છે. ત્યાં હિંસા-અહિંસા, વ્રત-અવતાદિ કંઈ પણ ઘટતું નથી.
સ્વ – એટલે જેમાં લેશ પણ પરપણું ન હોય; પરનો સંબંધ ન હોય, પરની અસર ન હોય; પુદ્ગલ દ્રવ્યથી સર્વથા રહિતપણું થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org