________________
સ્વરૂપસાધનાનાં સોપાન
તેમ જ ભૂતભવિષ્યની કલ્પના કાળનું સ્મરણ પણ વર્તમાન ઉપયોગમાં આવે છે. વળી વર્તમાનમાં આપણી આંખનું દર્શન અને મનનું દર્શન અલગ અલગ હોય છે. આંખ ફક્ત દેશ્ય પદાર્થને જુએ છે ત્યારે મન દૃશ્ય પદાર્થ ઉપરાંત કલ્પના અને સંસ્મરણ દ્વારા ભૂત ભવિષ્યના કાળનું દર્શન કરે છે. આમ ત્રણે કાળનું અલ્પપણે દર્શન વિભાવદશામાં થાય છે. જ્યારે કેવળજ્ઞાન ત્રણે કાળનું સર્વ પર્યાયોનું દર્શન એક જ સમયે કરે છે. ઇન્દ્રિયો પાંચ છે, મન એક છે, મનના સંકલ્પો વિકલ્પો અનેક છે, તે દરેકમાં એક જ ચિદૃશક્તિ કામ કરે છે. જો ઉપયોગ કેવળ (ચિદશક્તિ) આત્મત્વમાં રહે તો ઇન્દ્રિયોના વિષયો નષ્ટ થશે. મનના સંકલ્પો-વિકલ્પો નષ્ટ થશે. જ્ઞાનજ્ઞેયમાં ડૂબવાને બદલે જ્ઞાન જ્ઞાનમાં ડૂબે તે આત્મજ્ઞાન છે.
૩૦
-
નિરંતર પરિવર્તનશીલ જ્ઞેયાકારો સંસ્મરણરૂપે મનમાં આવે છે. મનના દર્શન પ્રમાણે મનોયોગમાં ભાવ ઊઠે છે, તે સર્વે ક્ષણિક છે. ઉત્પન્ન થઈને નષ્ટ થયેલા, અને ઉત્પન્ન થવાના શેયાકારો પૂર્ણ એવા કેવળજ્ઞાનમાં વિદ્યમાન છે.
જીવનું સાદિઅનંત સિદ્ધસ્વરૂપ સાચું છે. શુદ્ધ પણે પ્રગટ થયા પછી નિત્ય રહે છે.
―
Jain Education International
અનાદિ અનંત અભિવ જીવનું સ્વરૂપ ખોટું છે. કારણ કે તે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થતો નથી. ભવ્યતા છે અનાદિની પણ મોક્ષ પ્રગટ થતાં ભવિપણું રહેતું નથી. અનાદિસાંત ભવિજીવનું સંસારી સ્વરૂપ સાચું છે. છતાં મોક્ષ થતાં તેની જરૂર નથી.
• જીવ જેમ ચેતક છે તેમ વૈદક છે. ૦ જીવ જેમ શાતા છે, તેમ ભોક્તા છે. • જ્ઞાન અજ્ઞાન જીવને અંતરગત છે.
ભૂતકાળમાં કરેલા ભાવોને જ્ઞાન કે સ્મરણથી જાણી શકાય છે. પણ તે વર્તમાનમાં ભોગવી શકાતા નથી. વેદનની અપેક્ષાએ ભૂતકાળ નથી, વર્તમાનકાળ છે. પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા સર્વજ્ઞ ભગવંતને કાળભેદ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org