________________
૨૬
સ્વરૂપસાધનાનાં સોપાન છે, તે દોષનો કર્મબંધ અન્યને થતો નથી, પોતાને જ થાય છે. જીવ કષાયનો રસ કાઢે તો કર્મબંધ રોકાય. અજ્ઞાનનો જીવ નાશ કરી શકે છે. ભલે કાર્મણવર્ગખા વિશ્વમાં વ્યાપ્ત હોય કે પુદ્ગલ પ્રદેશે વ્યાપ્ત હોય, પરંતુ કષાયની ચિકાશ ન હોય તો કર્મબંધ ન થાય.
દેહ હોય એટલે કર્મ હોય કર્મ હોય, એટલે દેહ હોય. મોહ એ મનની ચેષ્ટા છે. જીવન જીવવા માટે દેહ સાથે પ્રાણ મળ્યા છે. કર્મબંધમાં જીવના શુભાશુભ ભાવ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ અને રસ પડે છે. તે કાર્મણવર્ગણા જીવના આત્મપ્રદેશે બદ્ધ સંબંધે ચોંટે છે, તેને કર્મબંધ કહેવાય. તેનો ઉદય તે જીવને પ્રકૃતિમાં રસ ચખાડે છે.
જ્ઞાનમાં સ્વસ્વરૂપને ન જાણવું તે વિકાર છે, પરને સ્વસ્વરૂપે સ્વીકારવું તે વિકાર છે. પરમાં સ્વરૂપબુદ્ધિ અને સ્વમાં સ્વરૂપનું અભાન તે જ્ઞાનમાં વિકાર છે.
પર પદાર્થ ઉપર યથાર્થ દૃષ્ટિ કરવામાં આવે તો તે સમ્યગૃ દૃષ્ટિ છે, અનુક્રમે વીતરાગતાની ભાવના આવે, માટે નિજ સ્વરૂપના ભાન સહિત દૃષ્ટિ કેળવવી. પર પદાર્થ સાથે સંબંધ – સંયોગ છતાં વિકલ્પ નહિ વિકાર નહિ તે નિર્દોષ દૃષ્ટિ કે સમ્યગુષ્ટિ છે. શેય જ્ઞાનનો સંબંધ પારમાર્થિક નથી કારણ કે તે વિજાતીય છે. મહૂદઅંશે તેની અસર આત્મા પર શુભ હોતી નથી. પારમાર્થિક દૃષ્ટિએ તો દયા, દાન, પરોપકાર, અહિંસા, સેવા આદિ ભાવો પણ અરિહંત ભગવંતોમાં વિકલ્પવાળા નથી. કારણ કે દયા દાન આદિ સાધના છે. અરિહંત પરમાત્માને સાધ્યની સિદ્ધિ હોવાથી સાધનાંતર દશા છે. પરંતુ સાધકને સાધના દ્વારા સિદ્ધિ હોવાથી, ભાવનાની દઢતા માટે દયા દાન આદિ જરૂરી છે. અહિંસા ભાવ પારમાર્થિક દૃષ્ટિએ વિનાશી – શમી જનારા છે, એટલે શ્રેણિ જેવી આગળની ભૂમિકાએ તે પણ છોડીને અવિનાશી દશામાં જવાનું છે. ત્યારે સંસારનો ક્ષય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org