________________
૨૪
સ્વરૂપસાધનાનાં સોપાન પરિગ્રહમાંથી હિંસા મૃષા, ચૌર્ય, અબ્રહ્મ ટકે છે. માટે લોભનો નાશ કરવો.
જીવ અને પુગલના સંયોગ પર સંસાર ઊભો છે, ચેતનના સંયોગે દેહ સજીવ કહેવાય છે. જીવના અજ્ઞાન અને મોહને કારણે પુગલ સ્કંધોનું સ્વકીય પરિણમન થાય છે. તે આત્મ પ્રદેશોને આવરણ કરે છે. દેહ ધારણ કરવો એ આત્મામાં રહેલા અજ્ઞાન અને મોહની નિશાની છે, અજ્ઞાન અને મોહવશ જીવ દેહને સર્વસ્વ માને છે.
આપણને ઇન્દ્રિયો દ્વારા અભ્યાધિક જ્ઞાન થાય તેનું કંઈ મૂલ્ય નથી, પણ ઇન્દ્રિયો દ્વારા ભોગસુખ વર્તે તેવું આપણે ઇચ્છીએ છીએ. શરીર અને ઇન્દ્રિયો દ્વારા આનંદ મેળવવા મથીએ છીએ. જડ અને ચેતન વચ્ચેનો તફાવત જ્ઞાન વડે જ સ્પષ્ટ થાય છે. અનાદિ કાલથી આજ સુધી કે અનંતકાળ સુધી જીવ જ્ઞાન વગરનો થયો નથી પણ જ્ઞાનાનંદ વગરનો જરૂર રહ્યો છે. જ્ઞાન જ આનંદમાં પરિણમવું જોઈએ. જે આત્માના આનંદને વેદે તે અધ્યાત્મ જ્ઞાની છે. તે સિવાયના સંસારી માનવા. માત્ર જ્ઞાન હોય તે જ્ઞાની એમ ન સમજવું.
દેહ આશ્રિત સુખદુઃખ છે, આનંદ નથી. જે જીવ આત્માનો આનંદ વેદતો નથી અને દેહનું સુખદુઃખ જ વેદે છે તે અજ્ઞાની. આત્મભાવે આત્માનો આનંદ વેદે તે જ્ઞાની. દુઃખ વેચવામાં દુઃખી થઈ જઈએ તો પણ અજ્ઞાની, અને સુખ ભોગવવામાં આત્માનો આનંદ ભૂલી જઈએ તોપણ અજ્ઞાની ગણાઈએ છીએ. આવું સંસારનું નાટક છે.
જેમ આત્માનું લક્ષણ જ્ઞાન છે, તેમ આનંદનું લક્ષણ પણ જ્ઞાન છે. જ્ઞાનતત્ત્વ ચેતન છે, જડ નથી. પ્રતિક્ષણે જીવના જ્ઞાનદર્શન ઉપયોગમાં લક્ષ્ય આનંદ વેદનનું હોય છે. તેથી સાધુ ભગવંતો સંસારનું સુખ ત્યજી દઈ સ્વેચ્છાએ દેહના કષ્ટને સ્વીકારી લે છે.
સુખદુઃખ તે દ્વૈત (ભેદ) તત્ત્વ છે. તેથી પર થવું તેનું નામ આનંદ ઇન્દ્રિય સુખને આનંદ ન માનવું. દુઃખ આવે તો સુખના લક્ષ્ય દુઃખથી મુક્ત થવા ઇચ્છા કરવી તે પણ અજ્ઞાન છે. સ્વાત્માના આનંદના લક્ષ્ય સુખદુઃખથી મુક્ત થવા ઇચ્છવું જોઈએ. સુખદુઃખના કંઠથી જો મુક્ત ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org