________________
૨. પરભાવોની ઉત્પત્તિનું કારણ
- હું દેહ છું.
પૌદ્ગલિક પદાર્થોની ગુલામી, મિથ્યાભાવથી ભ્રમણાનું દુઃખ
હું દેહ છું પરભાવ-વિભાવનું મોટું ભૂત જીવને વળગ્યું છે. પુદ્ગલ પરિચયી જીવ સ્વરૂપનું વિસ્મરણ કરી પરનો ભાર ઉપાડીને ભમે છે. જો તે એક ક્ષણ માટે પરનો ભાવ ત્યજી દે, ઉપયોગને મુક્ત કરે તો ઘાતી કર્મોથી આવરણ પામેલો ઉપયોગ નિરાવરણ થઈ, સ્વરૂપને પામે.
પરભાવ એ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રિત છે. પરભાવ સ્વતંત્રભાવ નથી ! દેહ હું છું આ ભાવથી પરભાવો ઉત્પન્ન થાય છે. સંસારી જીવને દેહ છે. એટલે રહેવા ઘર અને જીવનનિર્વાહ માટે ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરેની જરૂર છે. છતાં એ વિનાશી પદાર્થોમાં સુખબુદ્ધિ, તે સાચા છે તેવો ભાવ, દુઃખનું કારણ છે. સાધુજનો જીવને ભાવદયાથી આ દુઃખથી (ભ્રમથી) દુઃખનું મૂળ કારણ સમજાવી તેનાથી છોડાવવા પ્રયત્ન કરે છે. ગૃહસ્થ મર્યાદામાં રહીને સંસાર પ્રયોજનમાં દુઃખી જીવોનું દુઃખ દૂર કરવા દ્રવ્યદયાથી પ્રયત્ન કરે છે.
પરભાવ એ મિથ્યાભાવ છે, તે દેહભાવજનિત અને પરદ્રવ્યમાં આનંદની બુદ્ધિ છે. શુભભાવનો પ્રારંભ સાત્ત્વિક ભાવથી શરૂ થાય છે. તે અવસ્થામાં સુખની રુચિ છે, પણ તેના અભાવમાં આકુળતા નથી. અન્યના દુઃખમાં અનુકંપાયુક્ત છે. શુભભાવ વડે મિથ્યાત્વથી છૂટદ્વાનો પ્રયત્ન થાય છે. પરમ સત્યને અનુલક્ષીને ચોથા ગુણસ્થાનકથી દસ ગુણસ્થાનક સુધી આરોહણ તે સત્યભાવો છે. ત્યાર પછી કેવળજ્ઞાન પામી સિદ્ધત્વ પામવું તે પરમ સત્યભાવ છે.
ક્ષયોપશમ ભાવો પૌગલિક છતાં તેમાં પ્રગટ થતા ગુણો સત્ય છે. કારણ કે તે અસત્ય – મિથ્યાભાવોથી છોડાવી સાધકને પરમસત્યનું લક્ષ્ય કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org