________________
૧૭
સરતિ ઇતિ સંસાર છે, સ્વરૂપને પણ ભૂલાવે છે, એના જેવું મોટું દુઃખ શું હોય?
રાગમાં નિષ્ફળતા એ દ્રેષ છે, રાગમાં અનુકૂળતા-સુફળતા રાગને પુષ્ટ કરે છે, તે પુણ્યાશ્રયી છે. જે સાદિસાંત ભાવે છે. એથી રાગની સફળતા સ્થાયી નથી, તેમાં નિષ્ફળતા થવાની, તેમાં દ્વેષાદિ ભાવો થવાના છે. માટે જ્ઞાનીજનો રાગાદિનો ત્યાગ કરવાનું કહે છે. ઇચ્છા પ્રમાણે વસ્તુ મળે, તેને સાચવવાનો રાગ ભય પેદા કરે. દેહમાં તો આત્મા પુરાયો છે, અને આત્મામાં મોહનીયના ભાવો ભરાયા છે. હવે ક્યારે છુટકારો થશે ! સ્વરૂપને વિસારીને આરંભ પરિગ્રહના પદાર્થોમાં દેહભાવે આનંદ માનીએ છીએ તે મોહજન્ય વ્યવહાર છે. તે અજ્ઞાનજાનિત છે, આત્માના સ્વરૂપનું મૂલ્યાંકન કરીને જે આ મોહભાવ કાઢી નાંખે તે જ્ઞાની છે.
અભાવરૂપભાવ ભોક્તાભાવ છે, ભોક્તાભાવ સંયોગજનિત છે, તેમાં સુખનો ભ્રમ છે, મોહ છે, મૂઢતા છે. ભોક્તાભાવ મૂળમાં અભાવરૂપ છે. આપણે તેને ભ્રમથી ભાવરૂપ કરી નાંખીએ છીએ. આત્મસ્વરૂપ તો અનૈમિત્તિક વેદકભાવ ભોક્તાભાવરૂપ છે, તે પરમાર્થિક છે. દેહના અહમ મમત્વના ભોક્તાભાવોને જે વાસ્તવિક અભાવરૂપ (આત્મસ્વરૂપની અપેક્ષાએ) હોવા છતાં તેને ભાવરૂપે કહીએ છીએ, પોતાના જાણીએ છીએ. વર્તમાન ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટાભાવે ટકે તો અભાવરૂપ ભાવનો ભ્રમ નષ્ટ થઈ જાય. આવા પ્રકારે સંસાર છૂટે શ્રેણિ પર આરૂઢ થવાય છે.
સંસારમાં દેહભાવના લક્ષ્ય દેહભાન ભૂલીએ છીએ એટલે દેહભાવ ઊભો રહે છે. જેમ કે અશાતાના ઉદયમાં શાતા ઇચ્છીએ છીએ એટલે વેદનીયકર્મ ઊભું રહે છે.
ચૈતન્યયુક્ત હોવાથી શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ સર્વે સચિત્ત છે. પરંતુ તે સર્વે પૌગલિક હોવાથી સચિત્ અચિત્ મિશ્ર છે માટે બંનેથી અસંગ થવાનું છે. વળી તેના નિમિત્તે થતા વિકલ્પને સ્વરૂપ માનવા નહિ, તે પૌદ્ગલિક હોવાથી વિનાશી છે.
છદ્રસ્થ જીવોને નિશ્ચયનું લક્ષ્ય હોય પણ ચારિત્રની દૃષ્ટિએ તે નિશ્ચયની વાત કરી ના શકે. તેવી વાતોથી આપણે આપણા અહમ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org