________________
અધ્યયન ૧ લું.-ઉદેશો ન લે. ( ૧ )
-~-~~-~~~-~~-~~~- ~- કઈ વારે મકે નહીં તે ઉપર વિશેષ કહે છે,
એક બ્રાહ્મણ તથા એક શ્રમણ પરિવ્રાજક વિશેષ એ સરવે પોત પોતાનું જાણપણું રૂડું છે એમ વદે એટલે કહે છે વળી તે જુદાં જુદાં જ્ઞાન પરસ્પર માંહો માંહે વિરૂદ્ધ સંદેહ ઉપજાવે છે; તે માટે અજાણપણું જ ભલું છે જાણપણાનું કાંઇ કામ નથી એ રીતે અને જ્ઞાનવાદી કહે છે. તે માટે સર્વ લોક માંહે, જે પ્રાણીઓ છે તે કાંઈ જાણતા નથી, એટલે સર્વ સમ્યકજ્ઞાન રહિત જાણવા. યદ્યપિ તેને કાંઇ ગુરૂ પરંપરાગત જાણપણું હોય તથાપિ તે કાંઇ પરમાર્થ જાણતા નથી, માટે તે અજ્ઞાનીજ જાણવા, ૧૪
હવે તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ પ્લેચ્છ આર્ય ભાષાને અજાણ થકો અલે જે આર્ય ભાષા તેને જેમ ભાવંતાની પરે બોલે પરંતુ તે હેતુ એટલે પરમાર્થ કાંઈ જાણે નહીં, નિકેવલ પરમાર્થ કરી શુન્ય ભાષાને કેડે ભા. ૧૫
હવે એ દ્રષ્ટાંત આજ્ઞાનવાદી સાથે મેળવે છે. એ રીતે અજ્ઞાની સભ્યજ્ઞાન રહિત એવા શ્રમણ બ્રાહ્મણાદિક પોતપોતાના મતનું જ્ઞાન પ્રમાણ કરીને પોતપોતાનો માર્ગ કહે છે. પણ તે નિશ્ચર્યાર્થ નથી જાણતા તે જીવત એટલે સ્વેચ્છની પરે અધિક એટલે શાન રહીત છે. જે ૧૬
હવે એને દોષ દેખાડે છે, જે એમ કહે કે, અજ્ઞાનજ ભલું છે; તેને અજ્ઞાનવાદી કહીએ. તેની જે જાણવાની ઇચ્છા, તે જ્ઞાનને વિષે પહોંચે નહીં. કારણ તે એમ વિચાર કરે છે કે અજ્ઞાનવડે અપરાધ કરનારાને દોષ સ્વલ્પ છે, અને જાણનારને દોષ ઘણે લાગે છે. જેમ કેઈક મનુષ્ય માર્ગે જતાં જાણતા થકેજ કેકના મસ્તકને પગે કરીને ફરશે તો તે મહા અપરાધને પાત્ર થાય છે. પરંતુ જે અજાણતાં ફરશે તે તે સ્વપ અપરાધી છે. એ કારણ માટે અજ્ઞાન પણુંજ રૂડું છે, એવી