________________
અધ્યયન ૧૩ મું.
( ૧૭ )
કદાચિત સાધુને અંતરાંત ભેજને તથા અસ્તાને કરી કર્મ યોગે સંયમને વિષે અતિ ઉપજે અને અસંયમને વિષે રતિ ઉપજે તે વારે સંસારનું સ્વભાવ અસ્થિર જાણીને નરકાદિકના દુ:ખને સ્મરણ કરતો કે, ઉત્પન્ન થયેલી રતી અરતિનું નિરાકરણ કરે, એમ રતિ અરતિને જીતીને સુધો સંયમ પાળે, તથા ઘણું જન સહિત છત તથા એકચારી એટલે એકછત
છો અથવા ન પૂછો થકો પણ, એકાંત નિરવઘ ભાષા બેલે, કારણ કે અન્ય જનને દાક્ષિણપણે તે જીવને ત્રાણ ભણી ન થાય, તે માટે ધર્મ કથાને પ્રસ્તા સાધુ એકાંત નિરવધ ભાષા બોલે, અને બીજો પ્રસ્તાવે માન રહે, જીવને ગતિ આગતિ તે એકલાને જ કરવી પડે છે. ત્યારે જીવને એકલે ૫રિલેક ગમનાગમન કરતા એક ધર્મ વિના બીજે કઈ સહાયકારી નથી, એવી રીતે સાધુ પોતાના મનમાં જાણે ૧૮
ચતુર્ગતિક સંસારનું કારણ મિથ્યાત્વાદિક છે, તથા મોક્ષસ્વરૂપનું કારણ સમ્યક જ્ઞાનાદિક છે, એવું પરપદેશવિના સ્વય પોતે જ જાણીને અથવા ગુર્વેદિકની પાસેથી શ્રવણ કરીને, સમસ્ત પ્રજા એટલે ત્રસ તથા સ્થાવર જીવોને હિતકારક એવે શ્રતચારિત્રરૂપ જે ધર્મ તેને ભાષે એટલે કહે એ સાધુ જાણ, એ ઉપાદેયપણ કહ્યું હવે હેયપણું એટલે જે પદાર્થ છાંડવા યોગ્ય છે તે કહે છે જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદાદિક એવા પદાર્થ જે જગતમાંહે ગરહા એટલે નિદનીક છે, તથા નિયાણું , સહિત એવા જે પ્રયોગ હોય તેને જે ધર્મને વિષે ધીર પુરૂષ હોય તે ન સેવે, ન આચરે. . ૧૯ I
કોઈ એક મિથ્થાદર્શનીને અભિપ્રાય જાણ્યાવિના સાધુ, તથા શ્રાવકનો ધર્મ સ્થાપન કરવાની ઇછાયે, કદાચિત્ સાધુ , તે પતિર્થીક આગળ તિરસ્કારના વચન બોલે, તે વારે તે