________________
અધ્યયન ૧૪ મું.
( ૧૮૭ )
કહે, એ તાવતા તે ગીતાર્થ સત્ય ધર્મ પ્રકાશતા થકા, પેાતાના જીવને, અને પરના જીવને, તારનાર થાય, પૂછનારને સમાધિના
કરનાર થાય. i ૧૮ u
તે પ્રશ્ન કહેતાં થકા કંદાપી અન્યથા પણ કેવાય, તે માટે તેનુ નિષેધ કહે છે. તે ધર્મનું પ્રરૂપક પુરૂષ છતા સૂત્રના અર્થને ઢાંકે નહીં, એટલે અન્યથા ન વખાણે, તથા પારકા ગુણ લુસે નહીં, એટલે પેાતાને અભિમાને કરી અન્યને વિટંબના કરે નહીં, તથા માન ન સેવે, એટલે અહંકાર ન કરે, પેાતાની મહેટાઇ પ્રકાશે નહીં, તથા હું બહુ શ્રુત છું, એમ પણ ન કહે તથા પેાતાને પ્રજ્ઞાવત જાણીને, પરના (પરિહાસ્ય) એટલે ઉપહાસ્ય ન કરે, એટલે કાઇને અજ્ઞાની જાણીને તેને હાસ્ય નાં વચન મેલે નહી, તથા કોઇને આશીવાદના વચન ન લે, એટલે તમે બહુ ધનવાન, બહુ પુત્રવા, દીર્ધાયુષ્યમાન, છે. ઇત્યાદિક વચન ન કહે. ૫ ૧૯ ૫
તથા ભૂત એટલે પ્રાણી તેની હિંસાની શંકાર્યે સાવધ વચન જાણીને આશીર્વાદ ન આપે, પાપને નિદ્રા થકા, તથા ( મંત્રપદ ) એટલે વિદ્યામંત્ર કરીને, ગાત્ર એટલે સંયમ તેને નિ:સાર ન કરે, વળી ધર્મને પરૂપક સાધુ તે ધર્મના પ્રકાશ કરતા થા, સાંભળનાર પુરૂષોની પાસેથી વસાદિકના લાભની ઇચ્છા કરે નહીં, નિરીહુ છતા ધર્મ પ્રકારો, તથા અસાધુના હિસારૂપ વસ્તુદાન તર્પણાતિક એવા જે ધર્મ તેને સેવે નહીં, એટલે એવા સાવધ ધર્મ ન મેલે, ૫ ૨૦ u
તથા જે થકી પેાતાને અને પને હાસ્ય ઉપજે, તે ન કહે. તથા પાપ ધર્મ એટલે સાવધ ધર્મ ન મેલે, તથા રાગ, દ્વેષ, રહિત અકિંચન એવા છતા સાધુ સત્ય વચનજ મેલે, અને જે પુરૂષ એટલે કઠણ નિસ્ફુર વચન હોય, તેને જ્ઞ પરિજ્ઞાયેં