________________
( ૧૭ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
એટલે રાજપુત્ર વિશેષ નવમલિક નવલેચ્છીક એટલા કુળમાં ઉત્પન્ન થયેલા સંસારને અસાર જાણીને રાજ્ય પ્રમુખ ત્યાગીને, જે પ્રવજિત થયા એટલે ચારિત્રવાન થયા, તે એવા છતા પણ પારકે દીધો એ જે આહાર તેને ભેગવે, એટલે શુદ્ધાહાર ગ્રહણ કરે પરંતુ ગોત્રને વિષે ગર્વ ન કરે એટલે શુદ્ધાહારનું પ્રહણ કરનાર એ ચારિત્રીઓ પોતાના ઊંચગેત્રને વિષે ગર્વ કરે નહીં, ગોત્ર કેવો છે તો કે, માનબદ્ધ એટલે બ્રાહ્મણ તથા ક્ષત્રીય વંશના ઉપના સ્વભાવે પોતાના વંશના અભિમાની થાય છે. તેમ છતાં પણ ચારિત્ર આદર્યા પછી કઈ પણ પ્રકારના ગોત્રનું આહાર ગ્રહણ કરે, પરંતુ શુદ્ધહાર ગ્રહણ કરે, પણ પોતાના ગેત્રને ગર્વ કરીને તેવાજ ગોત્રને અશુદ્ધ આહાર લેવાની ઈચ્છા ચારિત્રિઓ કરે નહી એ અભિપ્રાય છે૧૦
તે અભીમાની પિતાના ગોત્ર સંબંધી મદના કરનારને જાતિ એટલે તે માતાનું, પક્ષ, અને કુળ એટલે પિતાનું પક્ષ, એ બંનેનું મદ ત્રણને અર્થે ન થાય, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા પ્રાણીને માતાની જાતિ અને પિતાનું મૂળ, તે કાંઇ ત્રાણુ ભણી ન થાય, હવે જે પદાર્થ જીવને ત્રણ થાય તે કહે છે, વિદ્યા એટલે જ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર સુચીણું એટલે એ બંને ને સારી રીતે આચર્યો થકી મુક્તિનું કારણ થાય છે. અર્થાત જ્ઞાન અને કિયા એ બે વીના બીજ કે જીવને શરણ નથી. માટે જે પુરૂષ ગૃહસ્થપણા થકી, (ણિખ) મે એટલે નિકળી, ચારિત્ર આદરીને ફરી આગારીને કર્તવ્ય જે જાતિ મંદાદિક તેને સેવે અથવા સાવદ્યારંભાદિક સેવે, તે પુરૂષ સંસારને પારંગામિ ન થાય, કેમકે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એજ મુક્તિના કારણ છે, પરંતુ જાતિકુળાદિકને મદ તે કાંઈ મુક્તિને કારણ