________________
( ૧૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો.
સંસાર માંહે સર્વ જીવ પોતાના કરેલા કામ કરી એકેદ્રિયાદિકની અવસ્થાએ કર્યા છતાં અવ્યક્તા સંજ્ઞાયે અસ્પષ્ટ શિલાદિક દુ:ખે કરી દુ:ખીયા છતાં એવા પ્રાણીઓ તે ચતુર્ગીતિકે રૂપ સંસાર માંહે અહટ્ટ ઘટીને ન્યાયે પરિભ્રમણ કરે છે, તેજ નીને વિષે ભયાકુલ બિહતા થકા તથા શઠ એટલે અજ્ઞાની છતા વળીવળી જાઈ એટલે જાતિ અને જરા તથા મ૨ણે કરી પીક્યા થકા રહે છે. તે ૧૮ છે
અહીજ આર્ય ક્ષેત્ર સુકમાલ જન્મ જિનધર્મની પ્રામ, એ ક્ષણ એટલે અવસર જાણી યથોચિત ધર્મ કરો બોધ બીજ પામવું સુલભ નથી, એ રીતે કહ્યું છે. એવું જાણી ધર્મ અણુ કરવા થકી ફરી ફરી બોધિ દુર્લભ છે. એ રીતે જ્ઞાન દર્શન કરી સહિત સાધુ જાણે તથા ઉદય આવ્યા પરિસહને અહિયાશે. એ વચન શ્રી આદિનાથ ભગવાને પ્રકાશ તથા એ રીતેજ શેષ બીજા તીર્થકર પણ પ્રકાશે છે. જે ૧૯
હવે સર્વજ્ઞ પોતાના શિષ્યને બોલાવી કહે છે કે, અહે ભિક્ષુ? એટલે યતિઓ પૂર્વે જે તીર્થકર થયા. તથા આગામિક કાળે જે થશે તે કેવા થશે તો કે સુવ્રત એટલે પ્રધાન વ્રતધારી તેણે એ સર્વ ગુણ જે પાછળ કહ્યા તે અથવા આગળ કહેશે તે કહ્યા છે પરંતુ તે તીર્થકરને મતે ભેદ નથી કાશ્યપ તે શ્રી આદીશ્વર તથા વર્ધમાન સ્વામી તેના ધર્મના અનુચારિ જે છે તે એમજ કહે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર હિજ મોક્ષ માર્ગ છે. જે ૨૦ છે
હવે તે ગુણ કહે છે. મન, વચન, અને કાયા કરણ કરાવણ અનમેદને કરી જીવના પ્રાણ હશે નહીં. એ પ્રથમ મહાવ્રત એમ ઉપલક્ષણ થકી શેષ મહાવૃત પણ જાણવા તેણે કરી આત્માને હેતુ તથા નિયાણું રહિત ઇંદ્રિયોને સંવરે કરી