________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
પંડિત અગ્નિકાયને સમારંભ કરે નહી. છે ૬
હવે અનીને સમારંભ કરવા થકી બીજા છો કેવી રીતે હણાય તે કહે છે, પૃથવી તે પણ જીવ અને અપ એટલે પાણી તે પણ જીવ તથા સંપાતિમ પ્રાણી તે પતંગીયા પ્રમુખ ત્યાં સમ્યક પ્રકારે પડે. તથા (સંક્વેદના ) તે કાષ્ટ તથા છાણાદિકને વિષે ઉત્પન્ન થએલા જીવ કાષ્ટ નીશ્રિત ધુણદીક કીડી પ્રમુખ જાણવા. એટલા સ્થાવર જંગમ જીવને જે અગ્નીને સમારંભ કરે તે દહે એટલે બાળી નાંખે. એ ૭ છે
તથા હરિકાય તે અંકુરાદિક સમસ્ત વનસ્પતિ જાણવી એ સર્વ જીવ તે વિલંબક જાણવા વિલંબક શબ્દ છવને આકાર ધારણ કરે જેમ કલલ, અર્બુદ, માંસ, પેશી, એટલી અવસ્થા ગર્ભમાં થાય, અને ગર્ભ પ્રસવ્યા પછી બાળકુમાર તરૂણ વૃદ્ધ એટલી અવસ્થા મનુષ્ય ધારણ કરે, તેમ શાલ્યાદિક વનસ્પતિ પણ અંકુર ભૂલ સ્કંધ પત્ર શાખાદિક વિશેષ જે છે તે પણ વૃમાન થકા બાળ તરૂણ વૃદ્ધાવસ્થાદિક ભાવ પામે છે. તથા એ હરિતાદિક જે છે તેના મૂલ પત્ર શાખાદિકને વિષે, પૃથક પૃથક જુદા જુદા જીવ જાણવા, એટલા વનસ્પતિને આહાર તથા સરીરને અર્થે, જે આત્માના સુખને અર્થ એટલે એને
દવા થકી માહારા આત્માને સુખ થશે, એવી આત્મ સુખની પ્રતી તે જે છે, તે પુરૂષ ધીઠાઈપણે ઘણા જીવન ઘાત કરનાર જાણ | ૮
ઉત્પત્તિ એટલે મલાદિક કમળ તથા વૃદ્ધિ એટલે શાખા પ્રશાખાદિ જે વનસ્પતિ તેને વિનાશ કરતો હોય તથા બીજાદિક એટલે તેના ફલનો વિનાશ કરતો હોય, તેને અસંયત એટલે ગૃહસ્થ અથવા પ્રવ્રજિત અન્યલિંગી અથવા સ્વતંગી આભાને દંડનાર કહિયે, તે જીવ પ્રાણીને ઉપઘાતે પોતાના