________________
(૧૫૬)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
| (અથાનતર અવરા) એટલે એ પૂર્વે જે સ્થાવર છો કહ્યા, ' તે થકી અપર બીજા બકિયાદિક પ્રાણ તે ત્રસ જીવ જાણવા, એ પ્રમાણે છાયના છ શ્રી તિર્થંકર તથા ગણધરે કહ્યા છે, એટલીજ એ જીવની નિકાય છે, પરંતુ એ થકી ઉપરાંત બીજી કે જીવની નિકાય નથી ll ૮
એ પૂર્વોક્ત છે જીવની નિકાય કહી. હવે જે કાંઈ કરવું, તે દેખાડે છે. (સમસ્ત અનુયુક્તિ) એટલે જીવિતવ્ય સાધવાના કારણ તેને કરી જીવને સમ્યક પ્રકારે ઓળખીને, બુદ્ધિવત પુરૂષ છવાદીક તત્વને (પ્રતિલેખી) એટલે આલેચીને, સર્વજી દુ:ખથકી આકાંત થાય છે, એટલે એકાંતે દુ:ખ કેઇને વલભ નથી સર્વ સુખના અર્થી છે, તે કારણ માટે પૃથવ્યાદિક સર્વ જીવોને હણે નહીં, છએ કાયની દયા પાળે છે ૯ છે
એહિજ નિશ્ચય થકી જ્ઞાનીને જાણવાને સાર છે, જે કંઈ જીવને વિનાશ ન કરે, પરમાર્થ થકી તેનેજ જ્ઞાની કહિયે કે જે કઈ પરજીવને પીડા ઉપજાવવા થકી નિવર્સ (ઉત્કચ ) (તિ પહેલા તે ઘરના) અહિસા જે દયા, તેજનિhયે થકી એ આગમનું તત્વ જાણવું, કિં બહુને એટલું જ જાણીને દયાને વિષે યત્ન કરે, પરંતુ ઘણું જાણે શું ફળ છે. ૧૦
ઊંચે, નીચે, અને ત્રિછો, એ તાવતા સર્વ લેકને વિછે જે કાંઈ બસ, અને સ્થાવર જીવ છે, તે સર્વ જીવની નિવૃત્તિ કરે, એટલે પ્રાણાતિપાત થકી નિવ, એહિજ વિરતિ, શાંતી, અને નિર્વાણ, શ્રી તીર્થકરે કહ્યું છે. જે ૧૧ છે
પ્રભુ એટલે સમર્થ ઈદ્રિયને જીપનાર, મિથ્યાત્વ, અવિતિ, પ્રમાદાદિક દોષને નિરાકરી એટલે અવગણીને કઈ પણ જીવની સાથે વિરોધભાવ ન કરે, મને કરી, વચને કરી, વળી