________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-ભાગ ૧ લે.
તથા મઘમાંસાદિ મૃષા બેલ ઈત્યાદિ પાપ તેમને સંભારીને આપીને, તે નારકીની એક વેહેંથ પ્રમાણ જીભ બાહર કાઢીને તીક્ષણ સૂલિયે કરી સંતાપે, છેદે એ રીતે તે નારકીને પીડે વેદના આપે, જે રર છે
તે નારકી કાન હઠ પ્રમુખ અંગે પાંગના છેદન થકી લેહિજરતા થકા સુકા તાડ વૃક્ષના પાન જેમ પવને ઉડતા શબ્દ કરે, તેની પરે તે બાળ અજ્ઞાની નિરવિવેકી એવા નારકી બાપડા રાત્રી દિવશ ત્યાં આકંદ શબ્દ કરે, ત્યાં તે નારકીના એગોપાંગ છેદ્યા પછી તેના શરીરમાંથી લેહી પરૂ તથા માસાદિક જરે તે વારે તેને શેક કરી અગ્ની પ્રજવાલીને લવણાદિક ખારે અંગોપાંગ ખરડ્યા છતા રૂધિર પરૂ અને માંસ એટલાવાના રાત્રી દિવસ તેમના શરીરમાંથી ગળતા થકા રહે છે. ૨૩
વળી શ્રી સુધર્મ સ્વામી શ્રી જંબુસ્વામી પ્રત્યે કહે છે કે, ચતિ જૈ શ્રી મણવર માષિત રૂધિર અને પરૂની પાત્રી એટલે રૂધિર અને પાકી રૂધિર તે પરૂ એ બને જ્યાં પચે છે એ
સ્થાનક કુંભી ભાજન વિશેષ તે સાંભળી છે તે કેવી છે કે, નવિ અગ્નિના તેજ કરતા પણ ગુણે કરી અધિક છે એટલે અત્યંત મળતી છે એવી પુરૂષ પ્રમાણ થકી અધિક મેટી કુંભી ભાજન વિશેષ તે કેવી છે તો કે, ઊંટને આકારે ઊંચી છે અને રૂધિર અને પરૂ એણે કરી પરિપૂર્ણ ભરેલી છે. એ ૨૪ .
હવે ત્યાં કુંભી માંહે નારકીને શું કરે તે કહે છે. તે પરમાધામક કુંભી માંહે ઘાલીને આર્ત શબ્દ કરતા તથા કરૂણ પ્રલાપ કરતા એવા તે બાપડા અજ્ઞાન નારકીને પૂર્વે કરી પચાવે, તૃષાયે પીયા થકા પાણી માગે તે વારે તેને ત્રાંબુ ઉકાળીને તેને રશ પીવરાવે, તે વારે તે ઘણામાં ઘણે દીન સ્વરે કરૂણકારી વિલાપ કરે, મ ૫ છે