________________
( ૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
ખાંડવાને અર્થે ઊખલો લઈ આ વળી જેમાં નાંખીને સાજી પ્રમુખ ખાર ગાળીયે તે પાત્ર લાવે, અથવા લવણાદિક ખાર લાવો, ૧૨ છે
વળી દેવ પુજાને અર્થે ચંગેરી પ્રમુખ ભાજન તથા કરૂએ મદિરાનું ભાજન તે આણી આપો તથા અહે આયુશ્મન ! સંચારૂખણ એટલે પુષિ વિષ્ટા ઘરમાં ન પડે માટે ઘરને નળીયા સંચાર તથા કૂઈ ખણાવો વળી શરપાત એટલે ધનુષ્ય બાણ પુત્ર રમાડવાને અર્થે લઈ આ ગારધંગ એટલે ત્રણ વર્ષનો બળદીઓ શ્રમણના પુત્રને અર્થે રમત કરવા સારું લઈ આવે છે ૧૩
ઘડંગ એટલે કૂહાડી સડેડ ડેમ એટલે વાત્ર વિશેષ તે સહિત તથા ગોળ દડી કુમાર કીડાને અર્થે લઇ આ જે દડીમેં કરી માહારા બાળક રમત કરે તથા હે શ્રમણ વર્ષીકાલ આવ્યો, એ કારણે વર્ષાકાળમાં નિવાસ કરવા યોગ્ય ઘર કરાવી આપે કે જે થકી ભિજીયે નહીં તથા તે વર્ષકાલ યોગ્ય એટલે વર્ષાકાલ આવ્ય, તે કારણે વર્ષાકાલમાં નિવાસ કરવા ગ્ય બેઠા ખાઇયે માટે તાંદુલાદિક લઈ આવે, એ ૧૪ છે
બેશવા નિમિત્ત માંચી આણી આપે, પણ તે કેવી લાવો કે જે નવા સૂત્રે વણી હેય અથવા ચર્મ થકી વણી હોય તેવી લઈ આવો વરસાદમાં ચાલતાં પગે કાદવ ન લાગે તેના અર્થ કાષ્ટની પાવડી માહારા સારૂ આણી આપો, અથવા ગર્ભસ્થ પુત્રના ડોહલા સંપાદવાને અર્થે વસ્તુઓ લાવે, એમ આજ્ઞાપે ( ભવતિદાસાઇવ) એટલે સ્ત્રી જે છે તે પુરૂષને પિતાની આજ્ઞામાં પ્રવર્તાવે સ્નેહ પામે બંધાણું એવા વિષયાર્થી પુરૂષ સ્ત્રીના દાસ થાય, એ ૧૫ છે
હવે જાત એટલે ગૃહવાસને વિષે પુત્રરૂપ ફલ ઉત્પન્ન થયા