________________
( ૧૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
છે, એવા છતાં વિષમફૂટ પાસાદિક પ્રદેશે; આવે એટલે તે પાશ માહે પડે તે ત્યાં પડયા છતાં અધન પામે, તથા ત્યાં તે વિનાશને દુ:ખી થતા પામે. ॥ ૯॥
હવે એ દ્રષ્ટાંત પદે સાથે મેળવે છે. એ રીતે જેમ તે મૃગ અજાણતાં થકા પાશમાંહે પડે છે, તેમ કેાઇ એક શ્રમણ શાક્યાદિક દર્શની તે કેવા છે તે કે મિથ્યા દ્રષ્ટી તથા અનાર્ય અજ્ઞાનપણે અનાચારના સેવનારા તે અશક્તિ એવા જે રૂડાં ધર્મના અનુષ્ઠાન છે, તેને વિષે અધર્મની શંકા આણે અને જે હિંસાદિક શક્તિ સ્થાનક છે, તે થકી ન શકાય. ॥ ૧૦ ॥
વળી તે દર્શનીની જે વિપરીત મતિ છે તે દેખાડે છે. ક્ષાંત્યાદિક દવિધ ધર્મસહિત પરૂપણા જેની છે, તે થકી તે અજ્ઞાની શંકાય અને કહે કે એ અધર્મની પરૂપણા છે, તથા જે આભાર્દિક પાપના કારણ છે તે થકી ન ફુંકાય અને તેનેજ ધર્મ કરી દેખાડે માટે તે કેવા છે. અવ્યકત, મુગ્ધ, વિવેક, વિકલ તથા અકેવિક એટલે અપડિત છે. | ૧૧ ||
હવે તેને ફળ દેખાડે છે. સર્વાત્મક તે લેાભ, માન સમસ્ત, માયા, તથા ક્રોધ, એ ચાર કષાય ખપાવીને જીવ અકશિ થાય, એટલે કર્મરહિત થાય, એવા અર્થ તે મૃગની પેરે અજ્ઞાન ષષ્ઠવાદિ દર્શની છાંડે છે સારાંશ જે થકી જીવ મુક્તિ પામે તે અર્થ જાણતા નથી. | ૧૨ |
વળી એનેાજ દેાષ દેખાડે છે, જે અજ્ઞાનવાદિ એ કર્મ ખપાવવાના ઉપાય નથી જાણતા, તે કેવા છે, મિથ્થા દૃષ્ટી અનાર્ય એવા મૃગલાની પરેપાશમાં બંધાણા છે, આગામિક કાળે અનંતા ઘાત એટલે મરણ પામશે, એટલે મૃગ તે એકવાર મરણ પામીનેજ છૂટે છે પરંતુ તે અજ્ઞાની અનંતે મરણે પણ છૂટશે નહીં. ॥ ૧૩
હવે જે પાતે એકવાર ગ્રંથું એવું જે પાતાનું કદાગ્રહ તેને