________________
અધ્યયન ૨ જુ-ઉદેશ ૧ લે.
( ૩ )
ભ્રષ્ટ થઇશ. તે માટે દુ:ખી એવા માવિત્રનું પોષણ કરવું તે - હાપુણ્યનું કામ છે. તે ૧૯
હવે કોઈ એક કાયર પુરૂષ તે માતાપિતાદિકના વચનથી લેભાય તેને વિપાક કહે છે. અનેરા કેઇ એક અપસવંત એવા ચારિત્રિયા તે અન્ય જે માતાપિતાદિક તેને વિષે મોહે મચ્છથકી અસંવરી એટલે સંવર વિના મેહ પામે, એટલે રૂડા અનુષ્ઠાન કરવું મૂકી આપે અને મોહને વિષે પિહોંચે, તથા તે અસંયતિનરેને ગૃહસ્થ અસંયમ તેને વિષે પહેચાડ્યા છતા વળી તે પાપે કરી ઘટ્ટ છતાં પાપકર્મ કરતાં લજા પામે નહીં.પારા
જે તેને એ વિપાક લાગે તો શું કરવું? તે કહે છે. તે કારણે મુક્તિગમન યોગ્ય ભવ્યજીવ રાગદ્વેષરહિત પંડિત વિવેકયુક્ત છતો સંસારવાસ સેવતાં મહાકાલેશ છે. એવું જાણી તેના વિપાકને ચિતવે એ તે પાપકર્મ થકી નિવર્તિ, કેધાદિકને પરિહારે કરી શીતળ થાય, તથા મહાવિનયવંત અને કર્મ વિદારવાને સા-- મર્થ્યવાન જે મહાત એટલે જૈનમાર્ગ પ્રવર્તિ, તે જૈન માર્ગ કે છે? તો કે, સિદ્ધિપંથ જે મોક્ષને માર્ગ તથા ન્યાય માર્ગ તથા શાશ્વત એવો માર્ગ જાણીને આદરે. . ર૧ |
વળી તેહજ ઉપદેશ ઉપસંહાર કરતો કહે છે. કર્મને વિદારનાર એ જે માર્ગ તેને વિષે આગત એટલે આવ્યો તથા વળી મન, વચન, અને કાયાયેકરી સંવરનો પાળના છાંડીને શું છોડીને ? તે કે ધન, જ્ઞાતિ સ્વજન તથા આરંભ એટલાં વાનાં છાંડીને(સુષ્ટ)એટલે ભલી પરે ઇંદ્રિયને સંવરતે છતો સંયમને પાળે. એ રીતે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી જંબુ પ્રત્યે કહે છે કે જેમ શ્રી મહાવીરદેવ પાસેથી સાંભળ્યું તેમ તુજને કહું છું. તે ૨૨ /
इतिश्री वैतालियाऽध्ययस्य प्रथमोदेशः समाप्तः